તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના છતાંય સેલિબ્રેશન:PPE કિટ પહેરીને અંકિતાએ પતિ મિલિંદ સોમણ સાથે ધૂળેટીની મજા માણી

મુંબઈ2 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટર તથા મોડલ મિલિંદ સોમણનો થોડાં દિવસ પહેલાં જ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં જ મિલિંદે સો.મીડિયામાં ધુળેટી રમ્યો હોય તેવી તસવીર શૅર કરી હતી. મિલિંદની સાથે તેની પત્ની અંકિતા પણ જોવા મળી હતી. અંકિતા PPE કિટમાં હતી.

મિલિંદે સો.મીડિયામાં શું કહ્યું?
55 વર્ષીય મિલિંદે સો.મીડિયામાં ધુળેટી રમ્યા હોય તેની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'હું સાચે જ બહુ ખરાબ લાગતો નથી, કારણ કે અંકિતા PPE કિટ પહેરીને મળવા આવી હતી અને સિઝનની પહેલી કેરીઓ લઈને આવી હતી. અમે એકબીજાને ભેટ્યા નહોતા. અમે અમારી જાતે જ કલર લગાવ્યા અને ઉષા સોમણ (મિલિંદની માતા)એ આપેલી પુરણપોળી ખાધી.'

વધુમાં મિલિંદે કહ્યું હતું, 'મેં છ કેરી ખાઈ લીધી. આમ તો મને કંઈ જ સ્મેલ અને ટેસ્ટ આવતો નથી. રોજ પાંચથી છ વાર ઉકાળો પીવું છું. માથામાં દુખાવો નથી, તાવ નથી અને અન્ય કોઈ લક્ષણો નથી. હું આખો દિવસ સૂવાનો પ્રયાસ કરું છું. મેન્ટલ તથા ફિઝિકલ આરામ પણ જરૂરી છે અને તેનાથી સાજા થવાય છે. આજે મારું ઓક્સિજન લેવલ 98, પલ્સ 63 તથા તાપમાન 97.6 હતું.'

મિલિંદ સોમણે સો. મીડિયામાં શૅર કરેલી તસવીરો

મિલિંદ સોમણને પણ નવાઈ લાગી
મિલિંદ સોમણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે વાતની તેને પણ નવાઈ લાગી હતી. તેણે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'આ કહેવું મુશ્કેલ છે કે મને કેવી રીતે ચેપ લાગ્યો અને કોનો લાગ્યો. 18 માર્ચે જ્યારે હું દિલ્હીથી પરત આવ્યો ત્યારે મારો રિપોર્ટ નેગેટિવ હતો. હું ત્યારથી રોજ ઘરેથી કામ કરું છું. રોજ માત્ર દોડવા માટે બહાર જાઉં છું. જોકે, મને 23 માર્ચે એનર્જી લેવલ ઓછું લાગ્યું અને માથું દુખાતું હતું. શરીરનું તાપમાન 98 જેટલું હતું.'

વધુમાં મિલિંદે કહ્યું હતું, 'મેં ફ્લાઈટમાં બેસતા પહેલાં સરકારના નિયમોનું પાલન કર્યું હતું. મેં 4 સપ્ટેમ્બર, 2020થી RT PCR ટેસ્ટ કરાવવાનું શરૂ કર્યું છે અને ત્યારથી હું દર અઠવાડિયે ટ્રાવેલ કરું છું. ઓક્ટોબરમાં અમેરિકા ગયો હતો. અત્યાર સુધી મેં 30 વાર RT PCR ટેસ્ટ કરાવ્યો છે. આ એક રૂટિન જેવું છે. હું પૂરી રીતે સજાગ હતો. તમામ પ્રોટોકોલ ફોલો કરતો હતો.' નોંધનીય છે કે મિલિંદ 'પૌરુષપુર' વેબ સિરીઝમાં જોવા મળ્યો હતો.

26 વર્ષ નાની અંકિતા સાથે લગ્ન કર્યા
મિલિંદ સોમણે પોતાનાથી ઉંમરમાં 26 વર્ષ નાની અંકિતા સાથે 2018માં લગ્ન કર્યાં હતા. અંકિતા પહેલાં એરહોસ્ટેસ તરીકે કામ કરતી હતી. 2006માં મિલિંદે ફ્રેન્ચ એક્ટ્રેસ મેલેન જેમ્પાનોઈ સાથે લગ્ન કર્યાં હતાં. વર્ષ 2009માં ડિવોર્સ થયા પછી મિલિંદે લાંબા સમય સુધી એક્ટ્રેસ શહાણા ગોસ્વામીને ડેટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો