તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેડિકેશન:કોરોના નેગેટિવ આવ્યા બાદ મિલિંદ સોમણ 5 કિમી દોડ્યો, કહ્યું- '25 વર્ષમાં ક્યારેય ફ્લૂ નહોતો થયો'

મુંબઈ5 મહિનો પહેલા

મોડલ તથા એક્ટર મિલિંદ સોમણનો કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોવિડ પોઝિટિવ દરમિયાન પણ મિલિંદ સોમણ સો.મીડિયામાં એક્ટિવ હતો. કોવિડ નેગેટિવ આવ્યા બાદ મિલિંદ સોમણ પોતાની ફેવરિટ વસ્તુ કરવા લાગ્યો છે અને તે છે રનિંગ. મિલિંદે સો.મીડિયામાં વીડિયો શૅર કરીને કહ્યું હતું કે 5 કિમી રનિંગ કર્યા બાદ તેને ઘણું જ સારું લાગે છે.

શું કહ્યું મિલિંદે?
મિલિંદે કહ્યું હતું, 'આરામદાયક રનિંગ કર્યું, તે પણ 5 કિમી, 40 મિનિટમાં. બહુ જ સારું ફીલ થાય છે. રસ્તા પર પાછા ફરીને શાંતિ મળી છે. કોવિડ 19 પછી તથા લાંબા કોવિડની વાર્તાઓ સંભળાવી રહ્યો છું. શરૂઆતમાં ધીમે ધીમે ચાલવા માગું છું. 10 દિવસમાં ફેફસાંના ઈન્ફેક્શન તથા બ્લડ ક્લૉટ અંગે તપાસ કરાવો.'

25 વર્ષથી ફ્લૂ નહોતો થયો
વધુમાં મિલિંદ સોમણે કહ્યું હતું, 'મને ખ્યાલ છે કે કોવિડ 19 એક વસ્તુ છે. મને છેલ્લાં 25 વર્ષમાં ફ્લૂ નહોતો થયો. મારા માટે સામાન્ય તાવ તથા થાક સૌથી મોટી બાબત હતી. આશા છે કે તમે તમામ પોતાની સંભાળ લેતા હશો અને કરતાં રહેશો.'

હેલ્થ-ફિટનેસ પર પણ વાત કરી
મિલિંદે હેલ્થ તથા ફિટનેસ પર વાત કરતાં કહ્યું હતું, 'ફિટનેસ તથા હેલ્થ અંગે જાણવું ઘણું જ જરૂરી છે. સારા સ્વાસ્થ્યનો અર્થ એ નથી કે તમારી અંદર બીમારી નથી અને ફિટનેસનો અર્થ એ નથી કે તમારા એબ્સ હોય અને બાઈસેપ્સ હોય. મગજને શાંત રાખો અને બૉડીને એક્ટિવ રાખો. હંમેશાં.'

આ પહેલાં ઉકાળાની રીત કહી હતી
મિલિંદ સોમણે ઉકાળાની રીત શૅર કરતાં કહ્યું હતું, 'ધાણા, મેથીના દાણા, મરી, તુલસી. આદુ તથા ગોળ. આનો ઉકાળો હું પીતો હતો.'

PPE કિટ પહેરીને અંકિતાએ હોળી સેલિબ્રેટ કરી હતી
55 વર્ષીય મિલિંદે સો.મીડિયામાં ધુળેટી રમ્યા હોય તેની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'હું સાચે જ બહુ ખરાબ લાગતો નથી, કારણ કે અંકિતા PPE કિટ પહેરીને મળવા આવી હતી અને સિઝનની પહેલી કેરીઓ લઈને આવી હતી. અમે એકબીજાને ભેટ્યા નહોતા. અમે અમારી જાતે જ કલર લગાવ્યા અને ઉષા સોમણ (મિલિંદની માતા)એ આપેલી પુરણપોળી ખાધી.'

વધુમાં મિલિંદે કહ્યું હતું, 'મેં છ કેરી ખાઈ લીધી. આમ તો મને કંઈ જ સ્મેલ અને ટેસ્ટ આવતો નથી. રોજ પાંચથી છ વાર ઉકાળો પીવું છું. માથામાં દુખાવો નથી, તાવ નથી અને અન્ય કોઈ લક્ષણો નથી. હું આખો દિવસ સૂવાનો પ્રયાસ કરું છું. મેન્ટલ તથા ફિઝિકલ આરામ પણ જરૂરી છે અને તેનાથી સાજા થવાય છે. આજે મારું ઓક્સિજન લેવલ 98, પલ્સ 63 તથા તાપમાન 97.6 હતું.'

સો.મીડિયામાં કોરોના પોઝિટિવ હોવાની જાણ કરી હતી
મિલિંદે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને ક્વૉરન્ટીનમાં છું.'