તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના મૌન પર એક્સ એડલ્ટ સ્ટાર મિયા ખલિફાએ નારાજગી વ્યક્ત કરી છે. તેણે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રિયંકાને ટોણો મારતા લખ્યું છે, 'શું મિસિસ જોનસ કઈ બોલવાની છે? હું ઉત્સુક છું. આ મને એવું જ લાગી રહ્યું છે, જેવું બેરૂત વિનાશ દરમ્યાન શકીરાને જોઈને લાગી રહ્યું હતું. મૌન.'
બેરૂત વિનાશ દરમ્યાન શકીરાએ શું કર્યું હતું?
ઓગસ્ટ 2020માં લેબનાનની રાજધાની બેરૂતના પોર્ટ પર મોટો ધમાકો થયો હતો જેમાં 180થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને 6000થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારે મ્યુઝિશિયન શકીરાએ લેબનાન આધારિત ફેશન ડિઝાઈનર જુહૈર મુરાદ સાથે મળીને વિસ્ફોટ પીડિત લોકો માટે ફંડ એકઠું કરવાની જાહેરાત કરી હતી. મિયા ખલિફાએ તે સમયે શકીરાનું સૌથી ઓછું યોગદાન ગણાવ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે શકીરાએ વધારે મદદ કરવી જોઈએ, કારણકે તેના પૂર્વજો લેબનાનના જ હતા.
બે મહિના પહેલાં પ્રિયંકાએ આંદોલનનો સપોર્ટ કર્યો હતો
બે મહિના પહેલાં પ્રિયંકા ચોપરાએ ખેડૂતોના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. તેણે લખ્યું હતું, 'આપણા ખેડૂત ભારતના ભોજન સૈનિક છે. તેમના ડરને દૂર કરવાની જરૂર છે. તેમની આશાઓ પર યોગ્ય પુરવાર થવાની જરૂર છે. પૂરું લોકતંત્ર હોવાને કારણે જરૂરી છે કે આપણે બને એટલું જલ્દી આ સમસ્યાને પૂરી કરીએ.' પ્રિયંકાએ દિલજિત દોસાંજની એક પોસ્ટને રી-પોસ્ટ કરતા આ લખ્યું હતું.
ત્યારબાદ એક્ટ્રેસ કંગનાએ દિલજિત અને પ્રિયંકાને આડે હાથ લીધા હતા. કંગનાએ પીએમ મોદીની એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેઓ સંદેશ આપી રહ્યા હતા. કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું હતું, 'પ્રિય દિલજિત, પ્રિયંકા, જો ખરેખર ખેડૂતોની ચિંતા છે, જો ખરેખર પોતાની માતાઓનું આદર સન્માન કરવા ઈચ્છો છો તો સાંભળી લો આખરે ફાર્મર્સ બિલ છે શું, કે પછી માત્ર પોતાની માતાઓ, બહેનો અને ખેડૂતોનો ઉપયોગ કરીને દેશદ્રોહીઓના ગુડ બુક્સમાં આવવા ઈચ્છો છો? વાહ રે દુનિયા વાહ.'
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.