કિઆરા-સિદ્ધાર્થના હાથમાં મહેંદીનો રંગ લાગ્યો:મ્યુઝિક પાર્ટીમાં ખાસ પર્ફોર્મન્સ કર્યું; શાહિદ-મીરા, કરણ જોહર, જુહી ચાવલાએ પણ ડાન્સ કર્યો

જેસલમેર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કિયારા-સિદ્ધાર્થના લગ્નમાં આજે મહેંદી સેરેમની યોજાઈ હતી. રાત્રે મ્યુઝિક પાર્ટીમાં બંનેએ શાનદાર પરફોર્મન્સ કર્યું હતું. કિઆરા-સિડની સાથે શાહિદ-મીરા, કરણ જોહર, જુહી ચાવલાએ પણ ડાન્સ કર્યો હતો. સૂર્યગઢ હોટલમાં લેક સાઇડ મહેંદી સેરેમની થઈ હતી. ગેસ્ટ સનસેટ ગાર્ડન તથા લેક સાઇડ બેઠાં છે. મ્યૂઝિક ચાલે છે. આસપાસ ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. સાંજે ગાર્ડન રોશની ઝગમગવા લાગ્યું છે. સેલિબ્રિટી મહેંદી આર્ટિસ્ટ વીણા નાગડા સૌ પહેલાં કિઆરાને મહેંદી લગાવી હતી. પછી પરિવારના સભ્યોને મહેંદી લગાવી. મીરા રાજપૂતે પણ મહેંદી લગાવી હતી.

જૂહી-મીરા વ્હાઇટ ડ્રેસમાં
જૂહી ચાવલા તથા શાહિદ કપૂરની પત્ની મીરાએ મહેંદી સેરેમનીમાં વ્હાઇટ રંગનો ડ્રેસ પહેર્યો છે. કિઆરાની માતા ગેનેવિવ, કાકી સુમિતા, નાની વેલેરી, માસી શાહિન, કઝિન સિસ્ટર ઈશિતાએ પણ મહેંદી મૂકાવી હતી.

મ્યૂઝિક પાર્ટીમહેંદી બાદ મ્યૂઝિક પાર્ટી યોજાશે. મિત્રો તથા પરિવારના સભ્યો ડાન્સ પરફોર્મન્સ આપાવના છે. DJ ગણેશે 30થી વધુ દેશમાં પરફોર્મ કર્યું છે. DJ ગણેશ બાદ હરિ અને સુખમણિ બેન્ડને બોલાવવામાં આવ્યું છે. કિઆરાના ભાઈ મિશાલે બહેનની સંગીત સેરેમની માટે સ્પેશિયલ ગીત તૈયાર કર્યું છે. મિશાલ રેપર, કમ્પોઝર તથા મ્યૂઝિક ડિરેક્ટર છે. નવેમ્બર, 2022માં તેનો પહેલો ટ્રેક 'નો માય નેમ' રિલીઝ કર્યો હતો.

સિદ્ધાર્થ કિઆરાનાં લગ્ન OTT પર બતાવવામાં આવશે?
એકબાજુ સિદ્ધાર્થ મલ્હોત્રા-કિઆરા અડવાણીનાં લગ્નનાં વાજાં વાગી રહ્યાં છે, તો બીજી બાજુ OTT પ્લેટફોર્મ ‘એમેઝોન પ્રાઇમ વીડિયો’એ સોશિયલ મીડિયા પર ભેદી પોસ્ટ મૂકીને નવી જ ચર્ચા છેડી છે. તેમણે કેમેરામાં સૂર્યગઢ પેલેસ દેખાતો હોય અને સાથોસાથ ‘શેરશાહ’ ફિલ્મના સેટ પર કિઆરા-સિદ્ધાર્થ સાથે ઊભાં હોય તેવી તસવીર શૅર કરી છે.

આ સાથે એવી વાતો વહેતી થઈ છે કે કાં તો કિઆરા-સિદ્ધાર્થે પોતાનાં લગ્નના રાઇટ્સ ‘એમેઝોન પ્રાઇમ વીડિયો’ને વેચી નાખ્યા છે. એટલે થોડા સમય પછી આખાં લગ્નને કોઈ વેબસિરીઝની જેમ આ પ્લેટફોર્મ પર બતાવવામાં આવશે. તો કેટલાક ઉત્સાહીઓ એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે ક્રિકેટ મૅચની જેમ કિઆરા-સિદ્ધાર્થનાં લગ્નનું પણ એમેઝોન પ્રાઇમ વીડિયો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. જે હશે તે આવનારા દિવસોમાં ખબર પડી જશે.

સિદ્ધાર્થ-કિઆરાનું વર્કફ્રન્ટ
સિદ્ધાર્થ તથા કિઆરાએ 'શેરશાહ'માં સાથે કામ કર્યું હતું અને અહીઁથી બંને વચ્ચેના પ્રેમની શરૂઆત થઈ હતી. હવે સિદ્ધાર્થ વેબસિરીઝ 'ઇન્ડિયન પોલીસ'માં જોવા મળશે. આ સિરીઝને રોહિત શેટ્ટી ડિરેક્ટ કરે છે. કિઆરા 'સત્યપ્રેમ કી કથા'માં જોવા મળશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન છે.

અન્ય સમાચારો પણ છે...