કપિલ શર્માનું સપનું પૂરું થયું:'મેગા બ્લોકબસ્ટર'માં દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે, 4 સપ્ટેમ્બરે ટ્રેલર રિલીઝ થશે

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોમેડિયન કપિલ શર્માનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. કપિલે અપકમિંગ પ્રોજેક્ટ 'મેગા બ્લોકબસ્ટર'નું પોસ્ટર શૅર કર્યું હતું. હવે દીપિકા પાદુકોણ પણ આ પ્રોજેક્ટમાં જોવા મળશે. દીપિકાએ હાલમાં જ સો.મીડિયામાં પોસ્ટર શૅર કર્યું હતું. રશ્મિકા મંદાના પણ આ વેન્ચરમાં સામેલ છે.

દીપિકાએ પોસ્ટ શૅર કરીને ચાહકોને સરપ્રાઇઝ આપી
દીપિકાએ સો.મીડિયામાં પોસ્ટર શૅર કરીને ચાહકોને 'સરપ્રાઇઝ' કર્યા હતા. દીપિકા પિંક સૂટમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે કપિલની ફેવરિટ એક્ટ્રેસ દીપિકા છે. કપિલ પોતાના કોમેડી શોમાં દીપિકા સાથે ફ્લર્ટ કરવાની એક તક છોડતો નથી.

રશ્મિકા મંદાના પણ જોવા મળશે
રશ્મિકા મંદાના તથા કપિલ શર્માએ પણ આ પ્રોજેક્ટમાં પોતાનો લુક શૅર કર્યો હતો. રશ્મિકા હાથ જોડતી જોવા મળી હતી. કપિલ જૂના ફિલ્મી હીરોના લુકમાં જોવા મળ્યો હતો. તેણે કલરફુલ કપડાં પહેર્યા હતા. તૃષા કૃષ્ણન તથા કાર્થી પણ આ પ્રોજેક્ટનો હિસ્સો હશે.

રોહિત શર્મા-સૌરવ ગાંગુલી પણ સામેલ
ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા તથા પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી પણ આ પ્રોજેક્ટમાં જોવા મળશે. ચાર સપ્ટેમ્બરે આ પ્રોજેક્ટનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે.