મળો, કેટના હેન્ડસમ બૉડીગાર્ડને:મહિને 8 લાખ રૂપિયા ફી લે છે, સિક્યોરિટી ઇન્ડસ્ટ્રીના 'શાહરુખ ખાન' બનવાની ઈચ્છા

મુંબઈ2 મહિનો પહેલા
  • કેટરીનાના બૉડીગાર્ડે પેરિસ હિલ્ટનને પણ સિક્યોરિટી આપી હતી

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ હાલમાં વિકી કૌશલ સાથેના લગ્નને કારણે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, કેટરીના કૈફ તથા વિકી કૌશલ સાતથી બાર ડિસેમ્બરની વચ્ચે રાજસ્થાનમાં લગ્ન કરવાની છે, જોકે લગ્નની વચ્ચે કેટરીના કૈફના બૉડીગાર્ડ દીપક સિંહની તસવીરો સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે.

દીપકને કોરિયોગ્રાફર્સ તથા ડિરેક્ટર્સે ફિલ્મમાં કામ કરવાની સલાહ આપી હતી.
દીપકને કોરિયોગ્રાફર્સ તથા ડિરેક્ટર્સે ફિલ્મમાં કામ કરવાની સલાહ આપી હતી.

ક્રિકેટર બનવા મુંબઈ આવ્યો હતો
દીપક સિંહ 1999માં ક્રિકેટર બનવા માટે મુંબઈ આવ્યો હતો. અહીં દીપકે ચંદ્રકાંત પંડિત પાસેથી ક્રિકેટની ટ્રેનિંગ પણ લીધી હતી. જોકે કંઈ મેળ પડ્યો નહીં. દીપક માત્ર કોલેજ લેવલ પર જ ક્રિકેટ રમ્યો છે. ક્રિકેટમાં આગળ વધી શકવાના ચાન્સ ના મળતાં દીપકે સિક્યોરિટી એજન્સીમાં નોકરી કરી હતી.

દીપક જીજાજી રોનિત રોય, બહેન નીલમ સાથે.
દીપક જીજાજી રોનિત રોય, બહેન નીલમ સાથે.

જીજાજીની એજન્સીમાં નોકરી કરી
બોલિવૂડ તથા ટીવી એક્ટર રોનિત રોય તથા દીપક સિંહ સંબંધીઓ છે. દીપક સિંહની બહેન નીલમ સાથે રોનિત રોયે લગ્ન કર્યા છે. એ રીતે રોનિત રોયનો સાળો દીપક સિંહ છે. રોનિત મુંબઈમાં સિક્યોરિટી એજન્સી ચલાવે છે. દીપકે જીજાજીની એજન્સીમાં જ કામ કરવાની શરૂઆત કરી હતી. સૂત્રો મતે, દીપકે પહેલી નોકરી સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'બ્લેક'ના સેટ પર ડોરમેન તરીકે કરી હતી. ત્યાર બાદ મોરિશિયસમાં આયોજિત અવોર્ડ ફંક્શનમાં રાની મુખર્જીના સિક્યોરિટી ગાર્ડ તરીકે ગયો હતો.

માધુરી દીક્ષિત, પેરિસ હિલ્ટન તથા દીપિકા સાથે દીપક સિંહ.
માધુરી દીક્ષિત, પેરિસ હિલ્ટન તથા દીપિકા સાથે દીપક સિંહ.

અનેક સ્ટાર્સનો સિક્યોરિટી ગાર્ડ રહી ચૂક્યો છે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, દીપિકે કેટરીના પહેલાં ઘણા સ્ટાર્સના સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કર્યું છે, જેમાં સલમાન ખાન, શાહરુખ ખાન, જેક્લિન ફર્નાન્ડિઝ, માધુરી દીક્ષિત, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર, રણવીર સિંહ, સચિન તેંડુલકર સામેલ છે. ઇન્ટરનેશનલ સેલિબ્રિટી પેરિસ હિલ્ટનને પણ સુરક્ષા પૂરી પાડી છે.

કેટરીના સાથે પડછાયાની જેમ રહે છે.
કેટરીના સાથે પડછાયાની જેમ રહે છે.

વર્ષે એક કરોડની ફી
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટરીનાની સુરક્ષા વ્યવસ્થા સંભાળવા માટે દીપક સિંહને વર્ષે એક કરોડ રૂપિયા મળે છે.

દીકરી તથા પત્ની સાથે દીપક.
દીકરી તથા પત્ની સાથે દીપક.

પોતાની ઇન્ડસ્ટ્રીનો 'શાહરુખ ખાન' બનવા માગે છે
દીપક સિંહની હાઇટ 6 ફૂટ છે અને રંગે એકદમ ગોરો છે. એક ઇન્ટરવ્યુમાં દીપક સિંહે કહ્યું હતું કે તે હંમેશાંથી અલગ દેખાવા માગતો હતો. જો તે નોર્મલ સફારી સૂટ પહેરે તો લોકો તેને માત્ર એક સિક્યોરિટી ગાર્ડ સમજી લે, આથી જ જ્યારે તે સ્ટાર્સ સાથે ટ્રાવેલ કરે ત્યારે તે થોડો પ્રેઝન્ટેબલ દેખાય એ જરૂરી છે. હેન્ડસમ હોવાને કારણે દીપક સિંહને કોરિયોગ્રાફર્સ તથા ડિરેક્ટર્સે ફિલ્મ કરવાનું કહ્યું હતું, પણ તે પોતાની ઇન્ડસ્ટ્રીનો શાહરુખ ખાન બનવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...