તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોણ છે કરીનાની બીજી ડિલિવરી કરાવનારા ડૉક્ટર?:મળો, બોલિવૂડની જાણીતી એક્ટ્રેસની ડિલિવરી કરાવનારા 91 વર્ષીય પારસી ડૉ. રૂસ્તમ સોનાવાલાને

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

કરીનાએ 21 ફેબ્રુઆરીએ સવારે બીજા દીકરાને જન્મ આપ્યો છે. આ પહેલાં કરીનાએ 2016માં 20 ડિસેમ્બરે દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. કરીનાની ડિલિવરી સીનિયર ડૉક્ટર રૂસ્તમ સોનાવાલાએ કરાવી હતી. આ પહેલાં તેમણે 11 જાન્યુઆરીએ અનુષ્કા શર્માની પણ ડિલિવરી કરાવી હતી. ડૉક્ટર રૂસ્તમ સોનાવાલા 91 વર્ષે પણ અડીખમ છે. તેમણે પોતાની અત્યાર સુધીની કરિયરમાં અનેક જાણીતા સેલેબ્સની ડિલિવરી કરાવી છે. સોનાવાલા મેડિકલ ફિલ્ડમાં આર પી સોનાવાલા તરીકે લોકપ્રિય છે.

બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા તથા કરીના કપૂર સાથે ડૉ. રૂસ્તમ સોનાવાલા
બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા તથા કરીના કપૂર સાથે ડૉ. રૂસ્તમ સોનાવાલા

પિતા સાથે દવાખાને જતા
રૂસ્તમ સાવ નાનકડાં હતાં ત્યારે ડૉક્ટર પિતા ફિરોઝ સોનાવાલા સાથે દવાખાને જતા હતા. તે સમયે દર્દીઓ તેમના પિતાને ફી તરીકે ચાર આના આપતા હતા. નાનપણથી જ રૂસ્તમના કાને વિવિધ મેડિકલ પરિભાષાના શબ્દો અથડાયા છે. ડાઈનિંગ ટેબલ પર એનેસ્થેસિયા, સર્જિકલ પ્રોસિજર, એક્સ રે રિપોર્ટ્સ વગેરે શબ્દો સાંભળી-સાંભળીને રૂસ્તમ મોટા થયા છે.

ડૉ. રૂસ્તમ સોનાવાલા વિવિધ સેમિનારમાં માતા તથા બાળકના સ્વાસ્થ્ય અંગેની વાત કરતા હોય છે
ડૉ. રૂસ્તમ સોનાવાલા વિવિધ સેમિનારમાં માતા તથા બાળકના સ્વાસ્થ્ય અંગેની વાત કરતા હોય છે

ડૉ. ફિરોઝ સોનાવાલાએ 1926ની આસપાસ પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. તેઓ નાયર હોસ્પિટલમાં હેડ પણ હતાં. તેઓ પોતાના ક્લિનિકમાં ગરીબ લોકોને મફતમાં દવા આપતા હતા. ડૉ. ફિરોઝને ચાર સંતાનો હતા- જમશેદ, ફરદૂન, રૂસ્તમ તથા સોલી. આ ચારેય સંતાનો પિતા ડૉ. ફિરોઝની જેમ જ ડૉક્ટર છે. ડૉ. ફરદૂને ભારતમાં પહેલી વાર કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કર્યું હતું. ડૉ. ફિરોઝના પૌત્ર-પુત્રીઓ પણ દાદાની જેમ જ મેડિકલ ફિલ્ડમાં એટલે કે ડૉક્ટર જ બન્યા છે.

2001ના એક અહેવાલ પ્રમાણે, સોનાવાલા પરિવારમાં કુલ 15 ડૉક્ટર્સ હતા, જે ફિઝિશિયન, કાર્ડિયોલોજીસ્ટ, ગાયનેકોલોજીસ્ટ, ઓર્થોપેડિક, સર્જન, યુરોલોજીસ્ટ, ENT સ્પેશિયાલિસ્ટ, ડેન્ટિસ્ટ તરીકે કાર્યરત છે. ડૉ.રૂસ્તમના બે દીકરાઓ (ફિરોઝ તથા બેહરામ) તથા જમાઈ (બુર્જોર બનાજી) પણ ડૉક્ટર જ છે. આખો સોનાવાલા પરિવાર વર્ષમાં ચારથી પાંચવાર ભેગો થાય છે. સોનાવાલા પરિવારનું પૈતૃક ઘર મુંબઈના દાદરમાં પારસી કોલોનીમાં આવેલું છે.

રૂસ્તમ સોનાવાલા કોલેજમાં નાપાસ થયા હતા
જુવાનીના દિવસોમાં રૂસ્તમને અભ્યાસને બદલે ટેનિસમાં વધારે રસ હતો. નવાઈની વાત એ છે કે રૂસ્તમ સોનાવાલા ના ગોલ્ડમેડાલિસ્ટ છે કે ના પછી કોલેજમાં ટોપર. તેઓ નાયર મેડિકલ કોલેજમાં એકવાર ફેલ થયા હતા. ફેલ થયા બાદ તેઓ નાસીપાસ થવાને બદલે વધુ મહેનતથી ભણવા લાગ્યા. તે માને છે કે એક્ઝામ પાસ કરવી એ માત્ર એક આર્ટ છે. એકવાર ફેલ થયા બાદ તેમનામાં પાસ થવાની આર્ટ આવી ગઈ હતી.

ડૉ. રૂસ્તમે MBBS થયા બાદ MD કર્યું હતું. પછી ઈંગ્લેન્ડની રોયલ કોલેજ ઓફ સર્જનમાંથી FRCS કર્યું હતું. ત્યારબાદ ઈંગ્લેન્ડમાંથી જ રોયલ કોલેજ ઓફ ઑબ્સ્ટટ્રિશિન એન્ડ ગાયનેકોલોજિસ્ટમાં FRCOG થયા હતા. ભારતમાં તેમણે ઈન્ડિયન કોલેજ ઓફ ઑબ્સ્ટટ્રિશિન એન્ડ ગાયનેકોલોજિસ્ટમાં ફેલોશિપ લીધી હતી.

ફ્રેન્ડ્સ સાથે મસ્તી ધમાલની વચ્ચે રૂસ્તમ પીલૂને ડેટ કરતાં હતાં. થોડાં વર્ષ બાદ તેમણે પીલૂ સાથે જ લગ્ન કર્યાં હતાં. તેમના જીવનમાં ત્યારે ટર્નિંગ પોઈન્ટ આવ્યો જ્યારે ભારતમાં મેડિકલી ટર્મિનેટ ગર્ભપાત ગેરકાયદેસર ગણાતા હતા. આ સમયે તેમણે ભયાનક ગર્ભપાત થતાં જોયા હતા. આનાથી વ્યથિત થઈ તેમણે નક્કી કર્યું કે મહિલા જાતે જ નક્કી કરે કે તે ક્યારે પ્રેગ્નન્ટ થવા ઈચ્છે છે અને આ માટે તેમણે ઈન્ટ્રા યુટેરિન કોન્ટ્રોસેપ્ટિવ ડિવાઈસ બનાવ્યું હતું.

વ્હાઈટ સર્કલમાં ડૉ. રૂસ્તમ સોનાવાલા પરિવારની સાથે
વ્હાઈટ સર્કલમાં ડૉ. રૂસ્તમ સોનાવાલા પરિવારની સાથે

આ ડિવાઈસ માટે તેમને 1984માં કીલ યુનિવર્સિટીમાં વોન ગ્રાફનબર્ગ મેડલથી નવાજવામાં આવ્યા હતા. તેમના એકસ્ટ્રા ઓર્ડિનરી ઈનોવેશનને કારણે 1991માં ભારતમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1948થી ડૉ. રૂસ્તમે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી હતી. તે સમયે ડૉક્ટર્સ પેશન્ટની પલ્સ જોઈને દર્દીની સારવાર કરતા હતા.

આ રીતે રાજમાતા ગાયત્રી પેશન્ટ બનીને આવ્યા
ડૉક્ટર રૂસ્તમ સોનાવાલાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર પુંરદરે તથા ડૉક્ટર શિરોડકરની ઉંમર વધવાને કારણે તેમણે પ્રેક્ટિસ ધીમે ધીમે ઓછી કરી નાખી હતી. તેમના દર્દીઓ તેમને મળવા લાગ્યા હતા. આ જ રીતે તેમને રાજમાતા ગાયત્રી દેવી તથા અન્ય જાણીતા પેશન્ટ્સ મળ્યાં હતાં.

જ્યારે તેમની પાસે રાજમાતા ગાયત્રી દેવી આવ્યા ત્યારે શરૂઆતમાં તે નર્વસ થઈ ગયા હતા. તેઓ વિશ્વના કોઈ પણ ડૉક્ટર પાસે ડિલિવરી કરાવી શકે તેમ હતાં. જોકે, જ્યારે તેમણે રાજમાતાને ઓપરેશનથી ડિલિવરી કરાવવાની વાત કરી હતી અને રાજમાતાએ આ વાત માની લીધી હતી. એકવાર તે પોતાનું કામ શરૂ કરે પછી તેમનામાં ગજબનો આત્મવિશ્વાસ જોવા મળે છે.

ટાટા-બિરલાથી લઈ બોલિવૂડ એક્ટ્રેસની ડિલિવરી કરાવી છે
ડૉ. સોનાવાલાએ ટાટા-બિરલા અંબાણી ઉપરાંત બોલિવૂડમાંથી મુમતાઝ (નતાશા તથા તાન્યા), શ્વેતા બચ્ચન (બંને સંતાનો, નવ્યા નવેલી નંદા, અગસ્ત્ય), બબિતા (કરિશ્મા, કરીના), નીતુ સિંહ (રિદ્ધિમા, રણબીર), ફિરોઝ-સંજયની પત્ની, શાહરુખની પત્ની ગૌરી (આર્યન)ની ડિલિવરી કરાવી છે. 1974માં ડૉ. રૂસ્તમે ભારતમાં લેપ્રોસ્ક્રોપી તથા માઈક્રોસર્જરીની શરૂઆત કરી હતી. વર્ષ 2001 સુધીમાં 40 હજારથી વધુ બાળકો ડૉ. રૂસ્તમના હાથે આ દુનિયામાં આવ્યા છે.

નીતુ સિંહે ડૉ. રૂસ્તમ વિશે કહ્યું હતું કે તેમણે તેના જીવનમાં બે સૌથી મોંઘી ગિફ્ટ લાવીને આપી છે. તે તેમની સાથે એકદમ કમ્ફર્ટેબલ છે અને તે ક્યારેય બીજા ડૉક્ટર પાસે જવાનું પસંદ કરે નહીં.

એક્ટ્રેસ જૂહી ચાવલા સાથે ડૉ. સોનાવાલા
એક્ટ્રેસ જૂહી ચાવલા સાથે ડૉ. સોનાવાલા

1986માં સ્મિતા પાટીલને દીકરા પ્રતીક બબ્બરને જન્મ આપ્યો હતો અને ડિલિવરીના માત્ર 15 દિવસ બાદ જ તેમનું મોત થયું હતું. તેમના આકસ્મિક મોત પાછળ મીડિયાએ ડૉ. રૂસ્તમ સોનાવાલા પર આક્ષેપો મૂક્યા હતા. જોકે, સોનાવાલાએ આ તમામ આક્ષેપોને ગંભીરતાથી લેવાને બદલે પોતાનું કામ લગનથી કરવાનું ચાલુ રાખ્યું હતું.

ટિપિકલ દવાખાનું નથી
ડૉ. રૂસ્તમ સોનાવાલાનું નર્સિંગ હોમ ટિપિકલ દવાખાનું નથી. તેમણે કહ્યું હતું કે માતાની જ્યારે ડિલિવરી થવાની હોય ત્યારે તે એકદમ ખુશ હોય છે અને તેથી જ તેમણે પોતાના નર્સિંગ હોમનું વાતાવણ એ રીતે રાખ્યું છે કે કોઈ માતા અહીંયા આવીને ખુશ થઈ જાય. તેઓ જ્યારે પણ દર્દીની સારવાર કરતા હોય છે ત્યારે તે દર્દી પ્રત્યે બને તેટલી ઓછી લાગણી રાખીને ટ્રીટ કરે છે.

ડૉ. રૂસ્તમ માને છે કે જો દર્દી સાથે લાગણી બંધાઈ જાય તો સારવાર દરમિયાન જજમેન્ટમાં પૂર્વગ્રહ આવી જાય છે અને તે ઘણીવાર દર્દી પર નકારાત્મક અસર કરે છે. આથી જ તે દર્દી સાથે લાગણીથી જોડાવવાનું પસંદ કરતા નથી. તેમના નર્સિંગ હોમમાં દર્દીઓએ ભેટમાં આપેલી ટ્રોફી, શિલ્ડ, લાફિંગ બુદ્ધા, ગણેશજીની મૂર્તિ સહિત વિવિધ ગિફ્ટ્સ તથા મેડિકલ બુક્સ અચૂકથી જોવા મળે છે. ડૉ. રૂસ્તમ બ્રીચ કેન્ડી હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ છે.

પોતાના સ્વાસ્થ્યનું પણ એટલું જ ધ્યાન રાખે
ડૉ. રૂસ્તમ સોનાવાલા પિતાની એક વાતને આજે પણ માની રહ્યાં છે. તેમના પિતાએ પોતાના સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપવાની સલાહ આપી હતી. આથી જ ડૉ. રૂસ્તમ કોલેજના સમયમાં બોક્સિંગ, રેસલિંગ, ટેનિસ, બેડમિન્ટન, ફૂટબોલ, રનિંગ કરવાનું પસંદ કરતાં હતાં. તેઓ ઝોરોએસ્ટ્રિઅનમાં માને છે. આજે પણ ડૉ. રૂસ્તમને એ વાતનો અફસોસ છે કે તેમણે પોતાના પરિવારને પૂરતો સમય આપ્યો નથી. જોકે, જ્યારે પણ તે નવજાત બાળક જુએ છે ત્યારે તેઓ ઉત્સાહિત થઈ જાય છે.

બાયોગ્રાફી 'લાઈફગીવર' લખાઈ
ફૂડ એન્ડ હેલ્થ રાઈટર રશ્મિ ઉદય સિંહે પાંચ વર્ષ સુધી ડૉ. રૂસ્તમ તથા તેમના પરિવારના ઈન્ટરવ્યૂ લઈને પુસ્તક 'લાઈફગીવર' લખ્યું છે. 2010માં ડૉ. સોનાવાલાની મેજર હાર્ટ બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. જોકે, થોડાં મહિના બાદ જ તે ફરી પાછા કામે ચઢી ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો