અભિષેક બચ્ચનની ફિલ્મ 'ધ બિગ બુલ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટીઝર આવ્યા બાદ ચાહકો ટ્રેલરની આતુરતાથી રાહ જોતા હતા. ફિલ્મમાં અભિષેકે હર્ષદ મહેતાનો રોલ ભજવ્યો છે. ફિલ્મ 1992માં ભારતીય સ્ટોક માર્કેટમાં થયેલા સૌથી મોટા સ્કેમ પર આધારિત છે.
શું છે ટ્રેલરમાં?
3 મિનિટ 8 સેકન્ડના ટ્રેલરમાં ચાહકોને અભિષેકનો લુક તથા અંદાજ ઘણો જ પસંદ આવ્યો છે. ઈલિયાના ડિક્રૂઝ જર્નલિસ્ટના રોલમાં છે. 'ધ બિગ બુલ'ના ટ્રેલરમાં દમદાર સંવાદો સાંભળવા મળ્યા હતા. આ સાથે જ દર્શકોને અભિષેક તથા ઈલિયાનાની કેમિસ્ટ્રી જોવા મળી હતી. ટ્રેલરમાં અભિષેક ઉપરાંત અન્ય કલાકારોની દમદાર એક્ટિંગ જોવા મળી છે.
8 એપ્રિલના રોજ 'ધ બિગ બિલ' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મ આમ તો ગયા વર્ષે થિયેટરમાં રિલીઝ થવાની હતી, પરંતુ લૉકડાઉનને કારણે રિલીઝ થઈ શકી નહોતી.
'ધ બિગ બુલ' ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે. ફિલ્મને અજય દેવગન તથા આનંદ પંડિતે પ્રોડ્યૂસ કરી છે. કૂકી ગુલાટીએ ડિરેક્ટ કરી છે. અભિષેકે હાલમાં સુજોય ઘોષની ફિલ્મ 'બોબ વિશ્વાસ'નું પણ શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મમાં તે ચિત્રાંગદા સિંહ તથા અમર ઉપાધ્યાય સાથે જોવા મળશે.
ફિલ્મમાં કૈરી મિનાટી સાથે ખાસ કનેક્શન
'ધ બિગ બુલ'નું ટ્રેલર યુ ટ્યૂબર કૈરી મિનાટીના ચાહકો માટે ઘણું જ ખાસ છે. આ ટ્રેલરના બેકગ્રાઉન્ડમાં કૈરી મિનાટીના ગીત 'યલગાર'ને સાંભળી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.