તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'માસ્ટર' માટે દર્શકો બેકાબૂ:સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા, માસ્ક પણ ગાયબ, કોરોનાકાળમાં પહેલી જ વાર કોઈ ફિલ્મ માટે જોવા મળ્યો આવો ક્રેઝ

ચેન્નઈ13 દિવસ પહેલા

વિજય તથા વિજય સેતુપતિ સ્ટારર તમિળ એક્શન ડ્રામા 'માસ્ટર'ને થિયેટરમાં બમ્પર ઓપનિંગ મળ્યું છે. કોરોનાકાળમાં રિલીઝ થયેલી આ પહેલી ફિલ્મ છે, જે માત્ર દર્શકોને થિયેટર સુધી લાવવામાં સફળ જ નથી થઈ પરંતુ શો હાઉસફુલ જઈ રહ્યાં છે. જોકે, થિયેટરની બહાર અને અંદર કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્યા હતા.

ના માસ્ક, ના સોશિયલ ડિસ્ટન્સિંગ
દર્શકો ફિલ્મ રિલીઝ થાય તેના એક દિવસ પહેલાં થિયેટરની બહાર ટિકિટ બારી આગળ લાંબી લાંબી લાઈનમાં ઊભા રહેલા જોવા મળ્યાં હતાં. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે માત્ર તમિળનાડુમાં જ નહીં, પરંતુ મુંબઈના થિયેટરમાં પણ અંદર તથા બહાર દર્શકોની ભીડ બેકાબૂ જોવા મળી હતી. પોતાના ફેવરિટ સ્ટાર્સની ફિલ્મના સેલિબ્રેશનમાં લોકો એ વાત ભૂલી ગયા કે કોરોના ગયો નથી. તેમણે ના તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું અને માસ્ક પણ પહેર્યો નહોતો.

ટ્રેડ એનાલિસ્ટે કહ્યું, બોક્સ ઓફિસ પર સુનામી આવી
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયામાં કહ્યું હતું, 'આ બોક્સ ઓફિસ પર સુનામી છે. 'માસ્ટર'ને જબરજસ્ત ઓપનિંગ મળ્યું. દર્શકો જે જોવા માગે છે, તમે તેને તે આપો, તે તમને ક્યારેય નિરાશ કરશે નહીં. સારી રીતે બનાવશઓ તો મોટા પડદાનો ચાર્મ ક્યારેય બંધ નહીં થાય.'

'માસ્ટર' ત્રણ ભાષામાં રિલીઝ થઈ
પોગલ પર રિલીઝ થયેલી ડિરેક્ટર લોકેશ કનાગરાજની ફિલ્મ 'માસ્ટર'ને તમિળની સાથે સાથે તેલુગુ તથા કન્નડમાં રિલીઝ થઈ છે. હિંદી વર્ઝનને 14 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં વિજય તથા વિજય સેતુપતિ ઉપરાંત માલવિકા મોહનન, શાંતનુ ભાગ્યરાજ, અર્જુન દાસ મહત્ત્વના રોલમાં છે. ડિરે્કટર લોકેશ કનાગરાજ તથા કો રાઈટર રત્ન કુમારે પણ ફિલ્મમાં સ્પેશિયલ અપીયરન્સ આપ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser