• Home
  • Entertainment
  • Bollywood
  • Masakali 2.0: Sidharth Malhotra, Tara Sutaria recreate Delhi 6 number, viewer says ‘Another song ruined, just like our future’

રિલીઝ / સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયા સ્ટારર મસકલી 2.0 સોન્ગ રિલીઝ, લોકોએ કહ્યું- ફરીવાર એક સારું સોન્ગ બગાડ્યું

Masakali 2.0: Sidharth Malhotra, Tara Sutaria recreate Delhi-6 number, viewer says ‘Another song ruined, just like our future’
X
Masakali 2.0: Sidharth Malhotra, Tara Sutaria recreate Delhi-6 number, viewer says ‘Another song ruined, just like our future’

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 06:31 PM IST

મુંબઈ. સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયા સ્ટારર મસકલી 2.0 વીડિયો સોન્ગ રિલીઝ થઇ ગયું છે. ‘મરજાવાં’ ફિલ્મ બાદ આ એક્ટર્સ ફરી સાથે દેખાયા છે. ટી સિરીઝ પર રિલીઝ થયેલ આ વીડિયો સાતમા નંબર પર ટ્રેન્ડિંગ છે. મસકલી 2.0 સોન્ગને સચેત ટંડન અને તુલસી કુમારે ગાયું છે અને તનિષ્ક બાગચીએ અમુક વધારાના લિરિક્સ પણ લખ્યા છે.

આ મ્યુઝિક વીડિયો 2009ની ફિલ્મ ‘દિલ્હી 6’ એઆર રેહમાનના સોન્ગ મસકલીનું રી-ક્રીએટેડ વર્ઝન છે. ઓરિજિનલ સોન્ગમાં સોનમ કપૂર અને અભિષેક બચ્ચન હતા. 

તનિષ્ક બાગચીના આ રી-ક્રીએટેડ વર્ઝનને મિક્સ રિવ્યૂ મળ્યા છે. અમુક યુઝરે લખ્યું કે, ઓરિજિનલ સોન્ગ ઘણું સારું હતું. અન્ય યુઝરે લખ્યું કે, હજુ એક સારું સોન્ગ બગાડી નાખ્યું. એક યુઝરે તો એવું પણ લખ્યું હતું કે, કેમ તમે બધા સારા સોન્ગ બગાડવા પર લાગ્યા છો?

મ્યુઝિક વીડિયોને લઈને સિદ્ધાર્થ મલ્હોત્રાએ અગાઉ કહ્યું કે, મસકલી 2.0 ઇન્ડોર સોન્ગ છે જે અત્યારના સમયને લઈને એકદમ અનુકૂળ છે કારણકે હાલ આપણે બધા ઘરમાં જ છીએ. તે સમયે અમે એમ જ આ સોન્ગ બનાવ્યું હતું જેની પરિસ્થિતિ અત્યાર જેવી જ હતી જેમાં બે લોકો ઘરમાં રહીને મજા કરી રહ્યા છે.
 
તારાએ સોન્ગને લઈને કહ્યું હતું કે, અમે એક જ વખત રિહર્સલ કર્યું હતું પણ શૂટિંગ સમયે બધું સરસ રીતે થઇ ગયું. મને ઓરિજિનલ સોન્ગ ઘણું ગમે છે અને આ નવું વર્ઝન પણ સુંદર છે. તુલસી અને સચેતે આ સોન્ગને ફન અને સેક્સી સ્પિન આપ્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી