વિવાદની અસર:સોનુ નિગમ-ભૂષણ કુમારના વિવાદમાં નામ આવ્યા બાદ મરીના ડિપ્રેશનનો ભોગ બની, સારવાર શરૂ કરી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોનુ નિગમે હાલમાં જ એક વીડિયો રિલીઝ કર્યો હતો અને તેમાં તેણે મોડલ તથા એક્ટ્રેસ મરીના કુંવરનું નામ લઈને ટી સીરિઝના માલિક ભૂષણ કુમારને એક્સપોઝ કરવાની ધમકી આપી હતી. હવે ચર્ચા છે કે વિવાદમાં પોતાનું નામ આવવાને કારણે મરીના ડિપ્રેશનનો ભોગ બની છે અને ત્યારબાદ તે સાઈકાયટ્રિસ્ટ પાસે ગઈ હતી. 

મરીના બુધવાર (24 જૂન) સાંજે મુંબઈમાં એક સાઈકાયટ્રિસ્ટના દવાખાનાની બહાર જોવા મળી હતી. સૂત્રોના મતે, હાલમાં મરીના ઘણી જ પ્રેશરમાં છે અને તે સારવાર માટે અહીંયા આવી હતી. તેની તબિયત સુધરશે પછી તે આ અંગે પોતાની વાત રજૂ કરશે. 

સોનુએ મરીના કુંવરનું નામ લીધું હતું
આ પહેલાં 22 જૂનના રોજ સોનુ નિગમે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કરીને ભૂષણ કુમારને કહ્યું હતું, ‘મરીના કુંવર યાદ છે ને? તે શું બોલી હતી અને કેમ બેક આઉટ થઈ? તેનો વીડિયો મારી પાસે પડ્યો છે અને જો તે મારી વિરુદ્ધ વધુ કંઈ કર્યું તો હું તે વીડિયો મારી યુ ટ્યૂબ ચેનલ પર અપલોડ કરીશ.’

નામ આવતા મરીનાએ ટ્વીટ કરી હતી
સોનુ નિગમના ખુલાસા બાદ મરીના પાછી ચર્ચામાં આવી હતી. તેણે સોશિયલ મીડિયામાં પોતાની પરિસ્થિતિ વર્ણવી હતી. તેણે કહ્યું હતું, ‘જ્યારે તમારું જીવન અણગમતી બાબતોને કારણે પૂરી રીતે બદલાઈ જાય છે, તે સમયે તમારી પાસે હતાશામાં જવા સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી. કોઈને ખ્યાલ નથી હોતો કે તમારા જીવન પર આની કેટલી ખરાબ અસર પડે છે. આપણે ઘણીવાર હારી જઈએ છીએ અને જીવન પૂરું કરી દઈ છીએ. હું બહુ જ હતાશામાં છું.’

મરીનાએ ભૂષણ કુમાર પર આક્ષેપ કર્યો હતો
વર્ષ 2018માં ભારતમાં MeToo મૂવમેન્ટ શરૂ થઈ હતી. મરીનાએ ભૂષણ કુમાર તથા સાજીદ ખાન પર યૌન શોષણનો આક્ષેપ કર્યો હતો. જોકે, આ કેસની બહુ ચર્ચા થઈ નહોતી. મરીનાએ ચેનલ આજ તકને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કામ અપાવવાના બહાને ભૂષણ કુમાર તથા સાજીદ ખાને તેનું શોષણ કર્યું હતું.

મરીનાની કરિયરની વાત કરીએ તો તેણે ‘CID’, ‘આહટ’, ‘શપથ’ તથા ‘જગ્ગુદાદા’માં જોવા મળી હતી. 2017માં ચર્ચા હતી કે તે અક્ષય કુમારની સાથે ‘મિલિયન ડોલર બેબી’ની હિંદી રીમેકમાં જોવા મળશે. જોકે, આ પ્રોજેક્ટ આગળ વધ્યો નહીં. મોડલિંગ કરતી મરીના પોતાના બોલ્ડ ફોટોશૂટ માટે જાણીતી હતી.

અન્ય સમાચારો પણ છે...