તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • 'Mard Ko Dard Nahin Hota', One Of The Top 40 Films In Asia, Abhimanyu Said, Had Not Talked To Anyone At Home For 3 Months For The Character.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઈન્ટરવ્યૂ:'મર્દ કો દર્દ નહીં હોતા' એશિયાની ટોપ 40 ફિલ્મમાં સામેલ, અભિમન્યુએ કહ્યું, પાત્ર માટે 3 મહિના સુધી ઘરમાં કોઈની સાથે વાત કરી નહોતી

મુંબઈએક મહિનો પહેલાલેખક: ઉમેશ કુમાર ઉપાધ્યાય

અભિમન્યુ દસાની સ્ટારર ફિલ્મ 'મર્દ કો દર્દ નહીં હોતા' ફિલ્મે ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની 40 બેસ્ટ એક્શન તથા માર્શલ આર્ટની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ ફિલ્મ 16મા સ્થાને છે. અભિમન્યુએ દિવ્ય ભાસ્કર સાથએની વાતચીતમાં ફિલ્મના પાત્ર માટે કેવી રીતે તૈયારી કરી હતી, તે અંગે વાત કરી હતી.

જ્યારે તમે ફાયનાન્સને બદલે એક્ટિંગમાં કરિયર બનાવી તો તમારી માતા ઘણી જ ડરી ગઈ હતી, આજે મળેલા અવોર્ડ પર તેમણે શું કહ્યું?
મોમ ઘણી જ ખુશ છે કે મેં મારી રીતે મારો રસ્તો પસંદ કર્યો અને આજે હું મારા પગ પર ઊભો છું. મને ખુશી છે કે મેં ધીરજ રાખી અને માતાને પ્રાઉડ ફીલ કરાવ્યું.

'મર્દ કો દર્દ નહીં હોતા'ને મળેલી ઉપલબ્ધિ પર શું કહેશો?
બહુ જ સારું લાગ્યું કે ટીમે જે ઈમાનદારીથી મહેનત કરી હતી તેનું ફળ મળ્યું. ફિલ્મ રિલીઝને 2 વર્ષ થઈ ગયા છે. હવે જોઉં છું કે ફિલ્મના DoP, સ્ટાઈલિશ વગેરે મોટી-મોટી ફિલ્મ કરવા લાગ્યા છે અને પોતાના જીવનમાં ઘણાં જ સફળ છે. ઈન્ટરનેશનલ અવોર્ડ તથા એપ્રિસિએશન મળે ત્યારે ઘણું જ સારું લાગે છે. કાશ, અહીંયા પણ થોડો પ્રેમ મળે અને લોકો ફિલ્મ જુઓ, કારણ કે અમે ભારત માટે ફિલ્મ બનાવી હતી. જોકે, ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે એપ્રિસિએશન મળ્યું.

ફિલ્મ માટે એક્શન તથા એક્ટિંગ કરતી વખતે પડકારજનક ક્ષણ યાદ હોય?
આ ફિલ્મ માટે મેં માર્શલ આર્ટ શીખી હતી. 9 મહિનાની ટ્રેનિંગમાં હું રોજ 6થી 7 કલાક પ્રેક્ટિસ કરતો. સવારના 3થી સાંજના 3 સુધી માર્શલ આર્ટ તથા વેટ ટ્રેનિંગ તથા સ્વિમિંગ પણ કરતો હતો. આ સાથે જ હું બાયોલોજીનો પણ અભ્યાસ કરતો કે ઈજા કેવી રીતે થાય છે, તેનાથી કેવી રીતે બચી શકાય અને રિકવર કેવી રીતે થઈ શકાય, કારણ કે આ બધી જ બાબતો સૂર્યાના નોલેજ માટે મહત્ત્વની હતી. કેરેક્ટરના હિસાબે સૂર્યા વેલ નોર્મલ ચાઈલ્ડ નહોતો. તે પાત્રને ભજવવું, તેની કોઈ મહત્ત્વાંકાક્ષા નહોતી, સોશિયલાઈઝિંગ ના થવું...આ બધું મારે શીખવું પડ્યું હતું. આપણે જે શીખ્યા હોઈએ છીએ તેને બ્રેકડાઉન કરવું પડે છે. આ બધામાં ઘણી જ મહેનત પડી હતી. છેલ્લાં ત્રણ મહિના ડિરેક્ટર તથા ટ્રેનર સિવાય કોઈ સાથે વાત કરી નહોતી, કારણ કે સૂર્યા ઘરમાં માત્ર પિતા સાથે વાત કરતો હતો. તેને બહારના લોકો સાથે વાત કરવાની રીત આવડતી નહોતી. આ વાતને સમજવા માટે મેં ત્રણ મહિના સુધી ઘરમાં કોઈની સાથે વાત કરી નહોતી.

તમે કોઈ એક્શન ફિલ્મ કરી રહ્યા છો?
અત્યારે નેટફ્લિક્સની અપકમિંગ રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'મીનાક્ષી સુંદરેશ્વર' કરી રહ્યો છું. આ ફિલ્મને વિવેક સોની ડિરેક્ટ કરે છે. બીજી ફિલ્મ શબ્બીર ખાનની 'નિકમ્મા' છે, જેમાં શિલ્પા શેટ્ટી છે. આ ઉપરાંત ઉમેશ શુક્લાની સાથે 'આંખ મિચૌલી' કરી રહ્યો છું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો