એક્ટ્રેસનું દુઃખ:પ્રાચી દેસાઈએ કહ્યું, અનેક જાણીતા ડિરેક્ટર્સ મને હોટ થવાનું કહેતા, આથી જ હું ઈન્ડસ્ટ્રીથી દૂર જતી રહી

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાચીએ 2006માં ટીવી તથા 2008માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું
  • પ્રાચીએ ઘણાં જાણીતા ડિરેક્ટર્સની ફિલ્મ ઠુકરાવી દીધી હતી

ટીવીમાંથી ફિલ્મમાં આવેલી એકટ્રેસ પ્રાચી દેસાઈએ હાલમાં જ કહ્યું હતું તેને અનેક જાણીતા ડિરેક્ટર્સે અપમાનિત કરી હતી. તેના મતે, લાંબા સમય સુધી તેને હોટ દેખાવવા પર ફોકસ કરવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે તેણે સેક્સિસ્ટ ફિલ્મમાં રોલ કરવાની ના પાડી તો ઈન્ડસ્ટ્રીએ તેની નેગેટિવ ઈમેજ બનાવી દીધી હતી.

ક્યારેય સેક્સિસ્ટ ફિલ્મમાં કરવાની ઈચ્છા નહોતી
32 વર્ષીય પ્રાચીએ કહ્યું હતું, 'હું ક્યારેય સેક્સિસ્ટ ફિલ્મમાં કામ કરવા માગતી નહોતી અને તેથી જ ઈન્ડસ્ટ્રીમાં મેં આ અંગે લાંબી લડાઈ લડી છે. તમામ લોકો ઈચ્છતા હતા કે હું હોટ બનું. અનેક મેલ પ્રોડ્યૂસર્સ તથા ડિરેક્ટર્સ મને હોટ થવા પર કામ કરવાની જ સલાહ આપતા હતા. આથી મેં કામ કરવાનું ઓછું કરી નાખ્યું હતું. આટલું જ નહીં મેં આનાથી દૂર રહેવાનું શરૂ કર્યું હતું. મેં અનેક મોટી, પરંતુ સેક્સિસ્ટ ફિલ્મની ઑફર પણ ઠુકરાવી દીધી હતી.'

ડિરેક્ટર્સને લાગતું હતું કે તેઓ ઉપકાર કરે છે
પ્રાચીના મતે, 'કેટલાંક જાણીતા ડિરેક્ટર્સે મારો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે મારું અપમાન કર્યું હતું. આ ડિરેક્ટર્સને એવું લાગતું હતું કે તેઓ મને ફિલ્મમાં કામ આપીને મારા પર ઉપકાર કરે છે. આ ડિરેક્ટર્સની ઑફર મેં ઠુકરાવી હતી અને તેમને આ આદત નહોતી. ઘણાં જાણીતા ડિરેક્ટર્સ મને ઘણીવાર સ્કિપ્ટ તથા નેરેશન વગર જ પ્રોજેક્ટ સાઈન કરવા માટે આગ્રહ કરતાં હતાં.'

પ્રાચીએ આગળ કહ્યું હતું, 'હું આ પ્રકારની ફિલ્મમાં કામ કરી શકું નહીં. હું બે વર્ષ સુધી આ બધા સામે ઝઝૂમી હતું અને પછી મેં આ તમામથી દૂર થવાનો નિર્ણય લીધો હતો. બીજા લોકોની અંદર એવી ધારણા બની ગઈ કે હું ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે તૈયાર નથી. લોકોએ આવી અફવા ફેલાવી અને કેટલાંક લોકોએ આ અફવા પર વિશ્વાસ કરીને મારો સંપર્ક જ ના કર્યો.'

2006માં ટીવી, 2008માં બોલિવૂડ ડેબ્યૂ
પ્રાચી દેસાઈએ 2006માં ટીવી સિરિયલ 'કસમ સે'થી ડેબ્યૂ કર્યું હતું. 2008માં ફરહાન અખ્તરની ફિલ્મ 'રોક ઓન'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે 'લાઈફ પાર્ટનર', 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ', 'બોલ બચ્ચન', 'આઈ મી ઔર મેં' જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. પ્રાચી છેલ્લે 'સાયલન્સઃ કેન યુ હિયર ઈટ'માં જોવા મળી હતી.