અભિનેતા સોનુ સૂદે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેણે પહેલા દબંગ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. આટલું જ નહીં, તેણે ફિલ્મના ઘણા દ્રશ્યોમાં ફેરફાર કર્યા અને તે પોતે લખ્યા. વાતચીત દરમિયાન જ્યારે સોનુને દબંગમાં સલમાન ખાન સાથે કામ કરવાના અનુભવ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે સોનુએ કહ્યું કે તે હંમેશા જાણતો હતો કે સ્પોટલાઈટ હંમેશા સલમાન પર જ રહેશે. પરંતુ તેણે એ પણ નક્કી કરી લીધું હતું કે આ રોલ દ્વારા તે પોતાની છાપ છોડશે.
હું દરેક રોલમાં મારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરું છું
ANIને આપેલા ઈન્ટરવ્યુમાં સોનુએ જણાવ્યું કે દબંગના ઘણા સીન તેણે પોતે લખ્યા છે, તેણે છેદી સિંહના પાત્રમાં ઘણા ફેરફાર કર્યા છે. તેણે કહ્યું- મારો એક માપદંડ હતો કે ભલે તમારી પાસે મારા કરતા 21 સીન હોય વધુ હોય , પરંતુ હું પણ 19 સીન લઈશ અને તેમાં મારું શ્રેષ્ઠ કામ કરવાનો પ્રયાસ કરીશ.
મેં મારા પાત્રમાં ઘણા ફેરફારો કર્યા હતા
સોનુએ આગળ કહ્યું કે, મેં દબંગના ઘણા સીન લખ્યા છે. પહેલા પાત્રમાં છેદી સિંહ ખૂબ જ ઘમંડી બતાવામાં આવ્યો અને કાપી નાખશે, મારી નાખશે અને તેવા પ્રકારનું પાત્ર નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ મને તે પસંદ નથી, મેં દબંગ માટે ના પાડી. પરંતુ ત્યાર પછી ફેરફારો સાથે છેદી સિંહ એક કોમિક પાત્ર બની ગયો.દબંગમાં સોનુના શારીરિક દેખાવે ચાહકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા.
મને અનેક રાજકીય હોદ્દા માટે ઓફર કરવામાં આવી છે
કોરોના કાળમાં લોકોનો મસીહા બન્યા બાદ લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે સોનુ જલ્દી જ રાજકારણમાં જોડાશે. ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે સોનુને રાજકારણમાં આવવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું- રાજનીતિની વાત કરીએ તો મને રાજ્યસભા માટે બે વખત ઑફર કરવામાં આવી છે. પણ મેં તે સ્વીકાર્યું નહીં. સૌથી મોટા ટાઇટલ ઓફર કરવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી પદની પણ ઓફર કરવામાં આવી છે. ઘણી વસ્તુઓ ઓફર કરવામાં આવી છે, પરંતુ આ બધું મને એક્સાઈટ નથી કરતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.