કેટ-વિકીને જાનથી મારી નાખવાની ધમકી:આરોપીના વકીલનો દાવો- 'કેટરીના મારા ક્લાયન્ટ મનવિંદરને છેલ્લાં 3 વર્ષથી ઓળખે છે, બંને વચ્ચે વાતચીત પણ થતી હતી'

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર વિકી કૌશલે હાલમાં જ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિકી કૌશલે કહ્યું હતું કે સો.મીડિયામાં એક વ્યક્તિ તેને તથા કેટરીનાને હેરાન કરે છે અને તેણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ફરિયાદ બાદ પોલીસે આ વ્યક્તિને શોધી કાઢ્યો હતો. આ વ્યક્તિનું નામ મનવિંદર સિંહ છે. પોલીસે કોર્ટમાં દલીલ કરી હતી કે મનવિંદરના ઇન્સ્ટાગ્રામ આઇડીની તપાસ કરવાની છે અને ધમકી આપી તે અંગે પણ તપાસ કરવાની છે. પોલીસની દલીલ બાદ કોર્ટે બે દિવસની પોલીસ કસ્ટડી આપી હતી. આ દરમિયાન આરોપીના વકીલ સંદીપ શેરખાને અલગ જ દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિકી કૌશલના તમામ આરોપો ખોટા છે.

વકીલ શેરખાન.
વકીલ શેરખાન.

શું કહ્યું વકીલે?
વકીલ શેરખાને કહ્યું હતું કે તેમના ક્લાયન્ટ મનવિંદરે ક્યારેય કેટરીનાને સો.મીડિયામાં સ્ટૉક કરી નહોતી. તેણે વિકી કૌશલ કે કેટરીનાને ક્યારેય જાનથી મારી નાખવાની ધમકી આપી નહોતી. તમામ આરોપો ખોટો છે.

કેટરીના ત્રણ વર્ષથી ઓળખે છે
વધુમાં વકીલે દાવો કર્યો હતો કે કેટરીના કૈફ તથા તેનો પરિવાર તેમના ક્લાયન્ટને છેલ્લાં ત્રણ વર્ષથી સારી રીતે ઓળખે છે. મનવિંદર એક્ટ્રેસ કેટરીના તથા તેના પરિવાર સાથે 2019થી સંપર્કમાં છે. તેમની વચ્ચે ફોન તથા સો.મીડિયામાં વાતચીત થતી હતી.

મનવિંદરે કેટરીનાની તસવીરોને મોર્ફ કરી હતી.
મનવિંદરે કેટરીનાની તસવીરોને મોર્ફ કરી હતી.

વિકી-કેટે કમેન્ટ્સ ડિલીટ કરી
વકીલે એમ પણ કહ્યું હતું કે ઇન્સ્ટાગ્રામમાંથી કેટરીના કૈફ તથા વિકી કૌશલે તેમના ક્લાયન્ટને ફસાવવા માટે ઘણી કમેન્ટ્સ ડિલિટ કરી છે. તેમનો ક્લાયન્ટ એક સ્ટ્રગલિંગ એક્ટર છે અને એક જ ઇન્ડસ્ટ્રીમાં હોવાથી બંને એકબીજાને ઓળખે છે.

રિમાન્ડ કૉપીની નકલ.
રિમાન્ડ કૉપીની નકલ.

પોલીસની રિમાન્ડ કૉપીમાં શું છે?
પોલીસે રજૂ કરેલી રિમાન્ડ કૉપીમાં કહેવામાં આવ્યું છે કે મનવિંદરે વિકી કૌશલને ગન પોઇન્ટ પર રાખવાનો તથા RIP (રેસ્ટ ઇન પીસ)ની તારીખ ફાઇનલ કરી હોવાનો મેસેજ મોકલ્યો હતો. આ મેસેજ મોકલીને મનવિંદરે વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસના મતે, મનવિંદર સિંહ એક્ટ્રેસ કેટરીના તથા એક્ટર વિકી કૌશલના ઘર પર સતત ધ્યાન રાખતો હતો. આટલું જ નહીં તે કેટરીનાની કારનો પીછો પણ કરતો હતો. તેણે આ અંગેનો વીડિયો પણ સો.મીડિયામાં શૅર કર્યો હતો.

પોલીસના મતે, મનવિંદર એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માગતો હતો.
પોલીસના મતે, મનવિંદર એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માગતો હતો.

પોલીસે કેવી રીતે ઝડપ્યો?
પોલીસે મનવિંદર સિંહના મોબાઇલ નંબરની મદદથી જુહૂની એક હોટલમાંથી પકડ્યો હતો. મનવિંદરે પૂછપરછમાં કહ્યું હતું કે તે ગોરખપુરનો છે. તેની પાસેથી ત્રણ મોબાઇલ મળી આવ્યા હતા. પોલીસ એ તપાસ કરી રહી છે કે મનવિંદરનો ધમકી આપવા પાછળનો ઉદ્દેશ શું હતો અને તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનું પંચનામું કરવાનું બાકી છે. સાંતાક્રુઝ પોલીસે આ કેસમાં ઇન્ડિયન પિનલ કોડની કલમ 506(2), 354(D) r/w સેક્શન 67 IT એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે.

મનવિંદરે 'કિંગ આદિત્ય રાજપૂત'થી સો.મીડિયા અકાઉન્ટ બનાવ્યું છે. સો.મીડિયા અકાઉન્ટના બાયોમાં મનવિંદરે કેટરીના કૈફ ગર્લફ્રેન્ડ તથા પત્ની હોવાનું કહ્યું છે. આટલું જ નહીં તેણે કેટરીનાની તસવીરોમાં છેડછાડ કરીને પોતાની તસવીર પણ મૂકી દીધી છે. તે કેટરીનાને એક તરફી પ્રેમ કરે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, મનવિંદર એક્ટ્રેસ કેટરીના સાથે લગ્ન કરવા માગતો હતો અને તેથી જ તે તેને સો.મીડિયામાં સ્ટૉક કરતો હોઈ શકે.

અન્ય સમાચારો પણ છે...