તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ હોબીઝ:પોતાના ઘરે ટેરેસ પર એક સસ્ટેનેબલ ગાર્ડન તૈયાર કરવા ઈચ્છે છે માનુષી છિલ્લર, કહ્યું- હું તેમાં ઘણા પ્રકારના ફળ અને શાકભાજી પણ ઉગાડીશ

2 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ

પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર 'પૃથ્વીરાજ'થી બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે, એક્ટ્રેસને તેના ફ્રી ટાઈમમાં ગાર્ડનિંગ કરવું ઘણું પસંદ છે. તે પોતાના ટેરેસને એક સસ્ટેનેબલ ગાર્ડનમાં ફેરવવા ઈચ્છે છે. જેથી તે પ્રકારના ગાર્ડનિંગથી પર્યાવરણ અને દુનિયાના લોકોને કોઈ નુકસાન ન થાય.

માનુષીએ જણાવ્યું, 'હું મારા ઘરના ટેરેસ પર એક સસ્ટેનેબલ ગાર્ડન તૈયાર કરવા ઈચ્છું છું. આના માટે મેં મારા ઘરમાં અલગ-અલગ પ્રકારના છોડ પણ લગાવવાના શરૂ કરી દીધા છે. હું તેમને એકસાથે ઉછરતા જોવા માટે રાહ જોઈ રહી છું. આ મારું ડ્રીમ ગાર્ડન હાલ એકદમ શરૂઆતના સ્ટેજમાં છે. તેને ધીરે ધીરે એકસાથે મોટું કરવામાં મારે મહિનાઓ સુધી કામ કરવું પડશે.'

ફળ અને શાકભાજી ઉગાડવા ઈચ્છું છું'
માનુષીએ આગળ કહ્યું, 'કારણકે હું શાકાહારી છું, આ ગાર્ડન નિશ્ચિત રૂપે જિંદગી જીવવાનો કોન્સેપ્ટ રજૂ કરતું હોમ ગાર્ડન બનશે. હું આગળ ભવિષ્યમાં આ ગાર્ડનમાં વિવિધ જાતના ફળ અને શાકભાજી ઉગાડવા ઈચ્છું છું. હું ઓર્ગેનિક અને સસ્ટેનેબલ લિવિંગ વિશે શીખવાના આ સફર પર ચાલવા માટે ઘણી ઉત્સુક છું.'

ફિલ્મ 'પૃથ્વીરાજ'થી બોલિવૂડ ડેબ્યુ કરી રહી છે માનુષી
માનુષી 'પૃથ્વીરાજ' ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કરી રહી છે. ફિલ્મમાં માનુષીની ઓપોઝિટ અક્ષય કુમાર છે. ફિલ્મ રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે અને ફિલ્મમાં માનુષી સંયોગિતાના રોલમાં છે. ફિલ્મમાં સંજય દત્ત પણ છે. આ ફિલ્મના ડિરેક્ટર ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે જેમણે મહાકાવ્ય 'ચાણક્ય' અને પિરિયડ ડ્રામા 'પિંજર'ને ડિરેક્ટ કર્યા હતા.

આ સિવાય માનુષી કથિત રીતે વિકી કૌશલ સાથે એક કોમેડી ફિલ્મમાં પણ સામેલ હોઈ શકે છે. માનુષી વર્ષ 2017માં મિસ વર્લ્ડ બની હતી. તે દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં સામેલ છે. મિસ વર્લ્ડ બનવા માટે માનુષીને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો