એક્ટરના પિતા હોસ્પિટલમાં:મનોજ વાજપેયીના પપ્પા રાધાકાંતની તબિયત ગંભીર, એક્ટર કેરળથી દિલ્હી આવ્યો

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર મનોજ વાજપેયીના પપ્પા રાધાકાંતને શુક્રવાર, 17 સપ્ટેમ્બરના રોજ દિલ્હીની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેમની હાલત ઘણી જ નાજુક છે. મનોજને પિતાની તબિયતના સમાચાર મળતા જ તે કેરળથી દિલ્હી આવ્યો છે.

મનોજ વાજપેયીના પિતા ખેડૂત છે અને તેમની ઉંમર 83 વર્ષની છે. મનોજ કેરળમાં અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરતો હતો. જોકે, પિતાની ગંભીર હાલત અંગેના સમાચાર મળતા તે શૂટિંગ અધવચ્ચે મૂકીને દિલ્હી જવા નીકળ્યો હતો.

જૂનમાં પણ તબિયત લથડી હતી
આ વર્ષે જૂનમાં રાધાકાંતની તબિયત અચાનક બગડી હતી. મનોજને પિતાના સ્વાસ્થ્યના સમાચાર મળતા જ તે પરિવાર સાથે બિહારના બેતિયા ગામે ગયો હતો. જોકે, ફ્લાઇટ મિસ થતાં તે કારથી બેતિયા ગયો હતો.

એક ઇન્ટરવ્યૂમાં મનોજે કહ્યું હતું કે તે પોતાના પેરેન્ટ્સની ઘણી જ નિકટ છે. તેના પિતાએ તેના તથા તેમના ભાઈ-બહેનના અભ્યાસ માટે ઘણો જ સંઘર્ષ કર્યો છે. તેમના ફેવરિટ એક્ટર મનોજ કુમાર છે અને તેમના નામ પરથી તેનું નામ રાખ્યું છે.