તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ધ ફેમિલી મેન 2' ટ્રેલર:મનોજ વાજપેઈ તાકતવર દુશ્મન રાઝીનો સામનો કરતો જોવા મળ્યો

મુંબઈ4 મહિનો પહેલા

મનોજ વાજપેઈની 'ધ ફેમિલી મેન 2'નું ટ્રેલર અંતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. છેલ્લાં ઘણાં સમયથી ચાહકો આ સિરીઝની રાહ જોતા હતા. આ સિરીઝ ચાર જૂનના રોજ સ્ટ્રીમ થશે. નવી સિઝનના પ્રોડ્યૂસર રાજ અને ડીકે છે.

શું છે ટ્રેલરમાં?
ટ્રેલરમાં 'ફેમિલી મેન' એટલે કે શ્રીકાંત તિવારી (મનોજ વાજપેઈ)ને વધુ તાકતવર તથા ક્રૂર દુશ્મન રાજીનો સામનો કરવો પડે. આ માત્ર સામંથા અક્કિનેનીએ પ્લે કર્યો છે. શ્રીકાંત મધ્યમ વર્ગીય ફેમિલી મેન તથા વર્લ્ડ ક્લાસ જાસૂસના પોતાના ડબલ પાત્રની વચ્ચે ઝઝૂમતો જોવા મળશે.

નવી સિઝનમાં પણ શ્રીકાંત દેશમાં કોઈ અપ્રિય ઘટના બનવાની છે અને તે દેશને બચાવતો જોવા મળશે. શોમાં જબરજસ્ત ટર્ન એન્ડ ટ્વિસ્ટ છે. સામંથાનો રોલ દમદાર છે અને તે એક્શન કરતી જોવા મળી છે.

એમેઝોન પ્રાઈમ વીડિયોમાં ઈન્ડિયા ઓરિજિન્સના હેડ અર્પણાએ કહ્યું હતું, 'અમારા શોના પાત્રો ઘેર-ઘેર જાણીતા બન્યા, તે અમારા માટે સૌથી મોટું ઈનામ છે. શ્રીકાંતને દર્શકોએ જેટલા પ્રેમથી વધાવ્યો તેનાથી અમારો વિશ્વાસ મજબૂત બન્યો કે અમે હજી સારી સારી વાર્તાઓ લઈને દર્શકો માટે આવીશું.'

'આ સિઝનમાં દર્શકોને વધુ એક્શન જોવા મળશે. દર્શકોને શ્રીકાંત તથા તેના વધુ ખતરનાક દુશ્મનો સાથેની લડાઈ જોવાની મજા આવશે.'

ઉલ્લેખનીય છે કે 'ધ ફેમિલી મેન'નો પહેલો ભાગ 2019માં આવ્યો હતો. શ્રીકાંત નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી સાથે કામ કરે છે. આ સિરીઝનો બીજો ભાગ આ વર્ષે ફેબ્રુઆરીમાં આવવાનો હતો. જોકે, એમેઝોન પ્રાઈમની 'તાંડવ'ને કારણે વિવાદ થતાં 'ધ ફેમિલી મેન'ની બીજી સિઝન પોસ્ટપોન કરવામાં આવી હતી. બીજી સિઝનમાં મનોજ વાજપેઈ, સમાંથા ઉપરાંત સીમા બિશ્વાસ, શરદ કેલકર, દર્શન કુમાર, સન્ની હિંદુજા, શાહાબ અલી, શ્રેયા ધન્વંતરિ, મહેક ઠાકુર તથા વેદાંત સિંહા જેવા કલાકારો છે.