તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિસ્સા અનોખા:મનોજ વાજપેઈએ કહ્યું, યુવાનીમાં શાહરૂખ સાથે બીડી અને સિગારેટ શેર કરતો હતો, પ્રથમવાર ડિસ્કોમાં તેની સાથે ગયો હતો

4 મહિનો પહેલા
4 જૂને મનોજની વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 2' એમેઝોન પર સ્ટ્રીમ થશે
  • એક્ટર મનોજે કહ્યું, શાહરૂખ પહેલેથી ચાર્મિંગ હતો અને છોકરીઓ વચ્ચે ઘણો પોપ્યુલર હતો
  • મનોજ અને શાહરૂખે ફિલ્મ ‘વીર ઝારા’માં સાથે કામ કર્યું હતું

એક્ટર મનોજ વાજપેઈએ શાહરુખ ખાન સાથે વીતાવેલા દિવસોને યાદ કર્યા. જૂનાં દિવસો યાદ કરતા મનોજે એક ઇન્ટરવ્યૂમાં શાહરૂખ ખાન સાથેના ઘણા બધા રસપ્રદ કિસ્સા શેર કર્યા. તે શાહરૂખ ખાન સાથે બીડી અને સિગારેટ શેર કરતો હતો. તેણે કહ્યું, શાહરૂખ પહેલેથી ચાર્મિંગ હતો અને છોકરીઓ વચ્ચે ઘણો પોપ્યુલર હતો.

મનોજની વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 2'નું ટ્રેલર રિલીઝ
મનોજની વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 2'નું ટ્રેલર રિલીઝ

ફિલ્મ ‘વીર ઝારા’માં સાથે કામ કર્યું
મનોજે ઇન્ટરવ્યૂમાં ઘણી બધી વાતોની ચોખવટ કરી. તેણે કહ્યું, શાહરૂખ જ મને પ્રથમવાર ડિસ્કોથેકમાં લઇ ગયો હતો. અમે બંને દિલ્હીમાં બેરી જોન થિયેટર ગ્રુપમાં સામેલ હતા. મનોજ અને શાહરૂખે દિવંગત યશ ચોપડાની ફિલ્મ ‘વીર ઝારા’માં સાથે કામ કર્યું હતું.

શાહરૂખ ચાર્મિંગ હતો
મનોજે જણાવ્યું, શાહરૂખ એકમાત્ર એવો માણસ હતો, જે મારુતિ વેનમાં આવતો હતો. મને યાદ છે તેની પાસે રેડ કલરની મારુતિ વેન હતી. તે મને પહેલીવાર દિલ્હીમાં તાજ સ્થિત ડિસ્કોથેકમાં લઇને ગયો હતો. ત્યારે અમે બહુ નાના હતા. અમે બંને થિયેટર ગ્રુપમાં સાથે જતા હતા. જે પણ બીડી-સિગારેટ ખરીદતા તે શેર કરતા હતા. શાહરૂખ પહેલેથી ચાર્મિંગ હતો અને તે છોકરીઓ વચ્ચે ઘણો પોપ્યુલર હતો.

વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન' માં એક્ટર
વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન' માં એક્ટર

4 જૂને મનોજની વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 2' સ્ટ્રીમ થશે
વર્કફ્રંટની વાત કરીએ તો, મનોજ વાજપેઈની વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. છેલ્લાં ઘણાં સમયથી ચાહકો આ સિરીઝની રાહ જોતા હતા. આ સિરીઝ ચાર જૂનના રોજ સ્ટ્રીમ થશે. નવી સિઝનના પ્રોડ્યૂસર રાજ અને ડીકે છે. સિરીઝમાં મનોજ ઉપરાંત સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ સામન્થા પણ લીડ રોલમાં છે. સામન્થા આ સિરીઝથી બોલિવૂડ ડેબ્યુ કરી રહી છે. તો બીજી તરફ શાહરૂખ ટૂંક સમયમાં અપકમિંગ ફિલ્મ પઠાનમાં દેખાશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ લીડ રોલમાં છે. છેલ્લે શાહરૂખ 2018માં રિલીઝ ઝીરો ફિલ્મમાં દેખાયો હતો.