વાઇરલ વીડિયો:મનીષ પૉલે મલાઈકા અરોરાની ચાલની નકલ ઉતારી, જોઈને સ્ટાર્સ ખડખડાટ હસી પડ્યા

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મલાઈકા અરોરાની જિમ જતી તસવીરો ને વીડિયો અવારનવાર વાઇરલ થતી હોય છે. ઘણીવાર સો.મીડિયામાં મલાઈકાની ચાલ અંગે કમેન્ટ કરવામાં આવે છે. હાલમાં જ અવૉર્ડ શો ફિલ્મફેર દરમિયાન મલાઈકાની ચાલ પર ચર્ચા થઈ હતી. હોસ્ટ મનીષ પૉલે સ્ટેજ પર મલાઈકાની ચાલની નકલ ઉતારી હતી. મનીષ પૉલને આ રીતે સ્ટેજ પર ચાલતા જોઈને સ્ટાર્સ હસી હસીને બેવડ વળી ગયા હતા.

મનીષ પૉલે મલાઈકાને ભમરી કહી
67મા ફિલ્મફેર અવૉર્ડ્સનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં ઇવેન્ટ હોસ્ટ કરતા મનીષ પૉલે મલાઈકાના ડ્રેસ પર કમેન્ટ કરીને તેને ભમરી કહી હતી. મનીષે વીડિયોમાં કહ્યું હતું, 'ડિમ્પલથી સાઇડમાં બેઠેલી મલાઈકા કેમ છે? કસમથી પૂરી ભમરી જેવી લાગે છે.'

મનીષ પોલ એક્ટ્રેસ મલાઈકાની ચાલની નકલ કરીને રેમ્પ પર દોડ્યો
મનીષે પછી મલાઈકાને સવાલ કર્યો હતો, 'તમે ક્યારેય ગોલ્ફ રમ્યા છો?' એક્ટ્રેસે કહ્યું હતું, 'ના, હું ક્યારેય ગોલ્ફ રમી નથી.' મનીષે તરત જ કહ્યું હતું, 'ઓહ ગોલ્ફ કેટલું અનલકી છે. ક્યારની રાહ જુએ છે કે તે ગ્રાઉન્ડ્સ પર તમે ચાલીને જાવ.' આટલું કહ્યા બાદ મનીષ એ જ રીતે ચાલ્યો હતો, જે રીતે મલાઈકા ચાલે છે. આ જોઈને સ્ટાર્સ હસી પડ્યા હતા.

સ્ટાર્સે કહ્યું, એકદમ યોગ્ય છે
મનીષને આ રીતના નકલ કરતાં જોઈને મલાઈકાએ તેને બીજીવાર આમ કરવાનું કહ્યું હતું. મનીષની વાતો સાંભળીને વિદ્યા બાલન, પરિણીતી ચોપરા, ક્રિતિ સેનન, દીયા મિર્ઝા, વરુણ ધવન સહિતના સ્ટાર્સ હસી પડ્યા હતા. પરિણીતી ચોપરાએ ઈશારામાં એમ કહ્યું હતું કે મનીષે મલાઈકાની સારી નકલ ઉતારી છે.