સો.મીડિયામાં અંતિમ પોસ્ટ:મંદિરા બેદીના પતિએ રવિવારે મિત્રો સાથે પાર્ટી કરી હતી, બે મહિના પહેલાં કહ્યું હતું- કાલ કોણે જોઈ છે, આજે જ જીવન જીવી લો

મુંબઈ4 મહિનો પહેલા
  • રાજ કૌશલ સો.મીડિયામાં ઘણો જ એક્ટિવ હતો

બોલિવૂડ એક્ટ્રેસ મંદિરા બેદીનો પતિ તથા ડિરેક્ટર-પ્રોડ્યૂસર રાજ કૌશલનું 49 વર્ષની ઉંમરમાં અવસાન થયું છે. રાજના મોતથી ફિલ્મ તથા ટીવી ઇન્ડસ્ટ્રીને ઘેરો આઘાત લાગ્યો છે. રાજ સો.મીડિયામાં ઘણો જ એક્ટિવ હતી. મૃત્યુના એક દિવસ પહેલાં જ એટલે કે 29 જૂનના રોજ રાજે એક પોસ્ટ પણ શૅર કરી હતી. 27 જૂન, રવિવારનો દિવસ મિત્રો સાથે પસાર કર્યો હતો.

વાંચો, રાજ કૌશલ-મંદિરા બેદીની લવસ્ટોરી, ત્રણ વર્ષના અફેર બાદ કર્યા હતા લગ્ન

રાજની અંતિમ પોસ્ટ
સો.મીડિયામાં રાજની આ અંતિમ પોસ્ટ છે. તેણે ફોટો શૅર કરીને કહ્યું હતું, 'સુપર સન્ડે. સુપર ફ્રેન્ડ્સ, સુપર ફન. આ તસવીરમાં મંદિરા બેદી, નેહા ધૂપિયા, અંગદ બેદી, ઝાહિર ખાન, સાગરિકા ઘાટગે જોવા મળ્યા હતા. રાજે સો.મીડિયામાં પરિવાર-બાળકો તથા મિત્રોની અનેક પોસ્ટ શૅર કરી છે.

રાજની આ અંતિમ પોસ્ટ છે
રાજની આ અંતિમ પોસ્ટ છે
રાજ અવારનવાર મિત્રો સાથે ડિનર કે લંચ પર જતો હતો
રાજ અવારનવાર મિત્રો સાથે ડિનર કે લંચ પર જતો હતો
26 જૂનના રોજ આ પોસ્ટ શૅર કરવામાં આવી હતી
26 જૂનના રોજ આ પોસ્ટ શૅર કરવામાં આવી હતી

અઠવાડિયા પહેલાં જ શૂટિંગ પૂરું કર્યું
રાજ છેલ્લાં કેટલાંક સમયથી વેબ શો 'અક્કડ બક્કડ'ના શૂટિંગમાં વ્યસ્ત હતો. હજી અઠવાડિયા પહેલાં જ રાજે શૂટિંગ પૂરું કર્યું હતું અને તસવીર પણ શ2ર કરી હતી. રાજે એડવર્ટાઈઝિંગમાં ઘણું જ કામ કર્યું હતું.

શૂટિંગ પૂરું કર્યું હોવાની જાણ રાજે સો.મીડિયામાં આપી હતી
શૂટિંગ પૂરું કર્યું હોવાની જાણ રાજે સો.મીડિયામાં આપી હતી

30 એપ્રિલે કહી હતી આ વાત
સો.મીડિયામાં રાજ પોઝિટિવ થોટ્સ પણ શૅર કરતો હતો. 30 એપ્રિલ એટલે કે બે મહિના પહેલા રાજે પોસ્ટમાં કહ્યું હતું, 'કાલ કોણે જોઈ છે, આજે જીવી લો જીવન, એક જ જીવન છે.'

રાજ અવારનવાર પોઝિટિવ થોટ્સ શૅર કરતો હતો
રાજ અવારનવાર પોઝિટિવ થોટ્સ શૅર કરતો હતો

કોપીરાઈટર તરીકે કામ કર્યું હતું
સાયન્સ ગ્રેજ્યુએટ રાજ શરૂઆતમાં એવિએશનમાં કરિયર બનાવવા માગતો હતો. જોકે, ગ્રેજ્યુએશન બાદ રાજે 1989માં કોપીરાઈટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. અહીંયા રાજે 3 વર્ષ સુધી કામ કર્યું હતું. રાજે 800થી વધુ જાહેરાતો 19 દેશમાં ડિરેક્ટ કરી છે. રાજે 1999માં બોલિવૂડ ફિલ્મ 'પ્યાર મેં કભી કભી' ડિરેક્ટ કરી હતી. ત્યારબાદ તેણે 'શાદી કે લડ્ડુ', 'એન્થોની કૌન હૈ' ડિરેક્ટ કરી હતી. રાજે 'રુબરુ', 'મીરાબાઈ નોટ આઉટ' જેવી ફિલ્મ પણ પ્રોડ્યૂસ કરી છે.

અન્ય સમાચારો પણ છે...