તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાર્થના સભા:રાજ કૌશલની પ્રેયર મીટમાં મૌની રોય, મંદિરા બેદીના પેરેન્ટ્સ સહિતના સેલેબ્સ જોવા મળ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • 49 વર્ષની ઉંમરમાં રાજ કૌશલનું 30 જૂનના રોજ અવસાન થયું હતું

મંદિરા બેદીના પતિ રાજ કૌશલની પ્રેયર મીટ 3 જુલાઈના રોજ યોજવામાં આવી હતી. પ્રાર્થના સભામાં મૌની રોય, વિદ્યા માલવડે, મંદિરાના પેરેન્ટ્સ, આશિષ ચૌધરીની પત્ની સહિતના સેલેબ્સ જોવા મળ્યા હતા.

પ્રેયર મીટમાં આવેલા સેલેબ્સ

મંદિરા-રાજનો દીકરો વીર
મંદિરા-રાજનો દીકરો વીર
મંદિરા-રાજની દીકરી તારા
મંદિરા-રાજની દીકરી તારા
મૌની રોય
મૌની રોય
વિદ્યા માલવડે
વિદ્યા માલવડે
આશિષ ચૌધરીની પત્ની સમિતા
આશિષ ચૌધરીની પત્ની સમિતા
મંદિરા બેદીની ક્લોઝ ફ્રેન્ડ
મંદિરા બેદીની ક્લોઝ ફ્રેન્ડ
મંદિરા બેદીના પેરેન્ટ્સ
મંદિરા બેદીના પેરેન્ટ્સ
મંદિરા બેદીના સંતાનો
મંદિરા બેદીના સંતાનો

49 વર્ષની ઉંમરમાં બીજીવાર હાર્ટ અટેક આવ્યો
રાજ કૌશલ 30-32 વર્ષનો હતો ત્યારે પહેલી વાર હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારબાદથી તે ઘણું જ ધ્યાન રાખતો હતો. 29 જૂનની સાંજે રાજ કૌશલની તબિયત ખરાબ થઈ હતી. તેણે પહેલાં એસિડિટીની દવા લીધી હતી. વહેલી સવારે રાજે મંદિરાને હાર્ટ અટેક આવ્યો હોવાનું કહ્યું હતું. મંદિરાએ તાત્કાલિક ખાસ મિત્ર આશિષને ફોન કરીને બોલાવ્યો હતો. બંનેએ રાજને કારમાં બેસાડ્યો અને તેઓ લીલાવતી હોસ્પિટલ જતા હતા. જોકે, ડૉક્ટર્સ પાસે પહોંચે તે પહેલાં જ રાજનું કારમાં અવસાન થયું હતું.

મંદિરાએ પરંપરા તોડીને પતિની અંતિમવિધિ કરી
સામાન્ય રીતે પત્ની ક્યારેય સ્મશાનમાં જતી નથી અને તે પતિની અર્થીને કાંધ પણ આપતી નથી. જોકે, મંદિરાએ આ પરંપરા તોડીને પતિના અંતિમ સંસ્કારની વિધિ કરી હતી. રાજ કૌશલના અંતિમ સંસ્કાર સાડા અગિયારની આસપાસ દાદરના શિવાજી પાર્ક સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. મંદિરા બેદીએ દોણી પકડી હતી અને પતિની અર્થીને કાંધ પણ આપી હતી.

અંતિમ સંસ્કારમાં આ સેલેબ્સ જોવા મળ્યા હતા
રાજ કૌશલના અંતિમ સંસ્કારમાં સમીર સોની, રોનિત રોય, આશિષ ચૌધરી, અપૂર્વ અગ્નિહોત્રી, ડિનો મોરિયા સહિતના સેલેબ્સ આવ્યા હતા.