• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Mandira Bedi Got Emotional By Remembering Raj Kaushal And Wrote By Posting On Valentine's Day And Anniversary Today Would Be Our 23rd Wedding Anniversary

ઈમોશનલ પોસ્ટ શેર કરી:રાજ કૌશલને યાદ કરીને ભાવુક થઈ મંદિરા બેદી, વેલેન્ટાઈન ડે અને એનિવર્સરીના દિવસે પોસ્ટ કરીને લખ્યું- આજે આપણી 23મી વેડિંગ એનિવર્સરી હોત

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેત્રી મંદિરા બેદી અને તેના દિવંગત પતિ રાજ કૌશલની આજે વેડિંગ એનિવર્સરી છે. જો રાજ આજે આ દુનિયામાં હોત તો બંને તેમના લગ્નની 23મી વર્ષગાંઠ ઉજવતા હોત. આ પ્રસંગે પોતાના પતિ રાજને યાદ કરતાં મંદિરાએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. સાથે જ મંદિરાએ રાજની સાથે પોતાના લગ્નના કેટલાક ફોટોઝ પણ શેર કર્યા છે.

મંદિરાએ ફોટોના કેપ્શનમાં લખ્યું, "આજે આપણી 23મી વેડિંગ એનિવર્સરી હોત. સાથે જ તેણે એક તૂટેલા દિલનું ઈમોજી પણ શેર કર્યું છે. મંદિરા દ્વારા શેર કરવામાં આવેલા ફોટોઝમાં તે લાલા જોડા અને જ્વેલરીમાં સજ્જ જોવા મળી રહી છે.

1999માં મંદિરાના લગ્ન થયા હતા
મંદિરા અને રાજના લગ્ન 14 ફેબ્રુઆરી 1999ના રોજ થયા હતા. મંદિરા અને રાજની પહેલી મુલાકાત 1996માં મુકુલ આનંદના ઘરે થઈ હતી. મંદિરા ત્યાં ઓડિશન આપવા પહોંચી હતી અને રાજ મુકુલ આનંદના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યો હતો. અહીંથી બંનેના પ્રેમની શરૂઆત થઈ હતી. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, ત્રણ વર્ષના ડેટિંગ પછી જ્યારે મંદિરા અને રાજે લગ્ન કરવાનો નિર્ણય કર્યો તો મંદિરાના પેરેન્ટ્સ તેના આ નિર્ણયથી ખુશ નહોતા.

હાર્ટ અટેકથી મંદિરાના પતિ રાજનું નિધન થયું
મંદિરાના પતિ રાજનું 30 જૂનના રોજ 49 વર્ષની ઉંમરમાં આકસ્મિક નિધન થઈ ગયું હતું. રાજને સવારે 4:30 વાગ્યે હાર્ટ અટેક આવ્યો હતો, જેના પછી તેનું મૃત્યુ થઈ ગયું હતું. રાજે એક્ટર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે પોતાની કરિયરમાં 'પ્યાર મેં કભી કભી', 'શાદી કા લડ્ડુ' અને 'એન્થની કૌન હૈ' જેવી ફિલ્મોનું ડાયરેક્શન પણ કર્યું.

અન્ય સમાચારો પણ છે...