બોલિવૂડ એક્ટ્રેસ મંદિરા બેદી ફિલ્મમાં બહુ એક્ટિવ નથી, પરંતુ સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. મંદિરા હાલમાં જ મિત્રો સાથે થાઇલેન્ડના ફુકેટમાં વેકેશન મનાવવા ગઈ છે. મંદિરાએ બિકીનીમાં ફ્રેન્ડ સાથે તસવીર શૅર કરી હતી. આ તસવીરને કારણે મંદિરાને ટ્રોલ કરવામાં આવી હતી અને તેને કારણે મંદિરાએ કમેન્ટ સેક્શન બંધ કરી દીધું હતું.
મિત્ર સાથે પૂલમાં જોવા મળી મંદિરા મિત્ર આદિત્ય મોટવાણીના બર્થડેના દિવસે પૂલમાં જોવા મળી હતી. મંદિરા બિકીનીમાં હતી. તસવીરો શૅર કરીને મંદિરાએ કહ્યું હતું, 'હેપ્પી બર્થડે આદિ. આ તસવીર બધું જ કહી દે છે કે તું મારા માટે શું છે. આપણે ઘણાં વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ. આપણું ઇક્વેશન શું છે અને હું તારી પર કેટલો વિશ્વાસ કરું છું. ભગવન કરે તું બહુ જ ખુશ રહે અને સફળ થાય. 17 વર્ષની ઉંમરથી આપણે મિત્રો છીએ.'
કમેન્ટ્ સેક્શન બંધ કરવું પડ્યું
તસવીરો પોસ્ટ કર્યા બાદ સો.મીડિયા યુઝર્સે મંદિરાને ટ્રોલ કરી હતી. એક યુઝરે કહ્યું હતું, 'તમારે તો મજા છે.' અન્ય એકે કહ્યું હતું, 'આ કોણ છે, પતિ તો મરી ગયો છે ને?' ટ્રોલિંગને કારણે મંદિરાએ કમેન્ટ સેક્શન ઑફ કરી દીધું હતું.
બિકીની તસવીરો શૅર કરી
મંદિરાએ કમેન્ટ સેક્શન ઑફ કર્યા બાદ અન્ય એક પોસ્ટમાં સોલો બિકીની તસવીરો શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને મંદિરાએ કહ્યું હતું, 'આ જગ્યા મને શાંતિ આપે છે, પાણી, દરિયો અને પૂલ...'
ગયા વર્ષે પતિનું નિધન થયું
મંદિરાના પતિ રાજ કૌશલનું ગયા વર્ષે જૂનમાં કાર્ડિયક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. પતિના આકસ્મિક મોતથી મંદિરા બેદી એકદમ ભાંગી પડી હતી. તેમને એક દીકરો વીર તથા દત્તક દીકરી તારા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.