રડતી આંખે અંતિમ વિદાય:મંદિરા બેદી પતિના આકસ્મિક નિધનથી ભાંગી પડી, એક્ટ્રેસે અર્થીને કાંધ આપી; મિત્રોએ સંભાળી

મુંબઈ4 મહિનો પહેલા
  • રાજ કૌશલના દાદરના શિવાજી પાર્ક સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

મંદિરા બેદીના 49 વર્ષીય પતિ રાજ કૌશલનું આકસ્મિક અવસાન થયું હતું. રાજ કૌશલને આજે (30 જૂન) સવારે સાડા ચાર વાગે હાર્ટ અટેક આવી ગયો હતો. રાજ કૌશલના અવસાનથી મિત્રો તથા ઇન્ડસ્ટ્રી શોકમાં છે. રાજની અંતિમ યાત્રા સવારે 11 વાગે કાઢવામાં આવી હતી.

મંદિરા બેદીએ અંતિમ વિધિ કરી
રાજ કૌશલના અંતિમ સંસ્કાર સાડા અગિયારની આસપાસ દાદરના શિવાજી પાર્ક સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. મંદિરા બેદીએ દોણી પકડી હતી અને પતિની અર્થીને કાંધ પણ આપી હતી.

પતિના અવસાનથી ભાંગી પડી
પતિના આકસ્મિક અવસાનથી મંદિરા બેદી એકદમ ભાંગી પડી હતી. મંદિરાની આંખના આંસુ સુકાતા નહોતા. મિત્રોને વળગીને મંદિરા ધ્રુસકે ધ્રુસકે રડતી હતી.

આ સેલેબ્સ જોવા મળ્યા
રાજ કૌશલના અંતિમ સંસ્કારમાં રોનિત રોય, આશિષ ચૌધરી, માનસી જોષી રોય, સમીર સોની, અપૂર્વ અગ્નિહોત્રી સહિતના સેલેબ્સ જોવા મળ્યા હતા.

રાજ કૌશલની અંતિમ યાત્રા તસવીરોમાં...

મિત્રોએ રાજ કૌશલની અર્થીને કાંધ આપી હતી
મિત્રોએ રાજ કૌશલની અર્થીને કાંધ આપી હતી
મંદિરા બેદી પતિની અંતિમ યાત્રામાં
મંદિરા બેદી પતિની અંતિમ યાત્રામાં
ડાબેથી, સમીર સોની, રોનિત રોય તથા અન્ય
ડાબેથી, સમીર સોની, રોનિત રોય તથા અન્ય
મંદિરા બેદી શબવાહિનીમાં બેસીને સ્મશાન ગઈ હતી
મંદિરા બેદી શબવાહિનીમાં બેસીને સ્મશાન ગઈ હતી
અપૂર્વ અગ્નિહોત્રી પણ અંતિમ યાત્રામાં સામેલ થયો હતો
અપૂર્વ અગ્નિહોત્રી પણ અંતિમ યાત્રામાં સામેલ થયો હતો
પતિના અંતિમ સંસ્કાર કરતી મંદિરા બેદી
પતિના અંતિમ સંસ્કાર કરતી મંદિરા બેદી
મંદિરાની સાથે આશિષ ચૌધરી તથા અન્ય મિત્રો શબવાહિનીમાં બેઠાં હતાં
મંદિરાની સાથે આશિષ ચૌધરી તથા અન્ય મિત્રો શબવાહિનીમાં બેઠાં હતાં
મંદિરા બેદી પતિના આકસ્મિક નિધનથી એકદમ તૂટી ગઈ હતી
મંદિરા બેદી પતિના આકસ્મિક નિધનથી એકદમ તૂટી ગઈ હતી
મંદિરા બેદીની આંખના આંસુ સૂકાતા નહોતા. અંતિમ યાત્રામાં દીકરો વીર જોવા મળ્યો નહોતો
મંદિરા બેદીની આંખના આંસુ સૂકાતા નહોતા. અંતિમ યાત્રામાં દીકરો વીર જોવા મળ્યો નહોતો
મંદિરા બેદીએ જ પતિના અંતિમ સંસ્કારની તમામ વિધિઓ કરી હતી
મંદિરા બેદીએ જ પતિના અંતિમ સંસ્કારની તમામ વિધિઓ કરી હતી
મંદિરા બેદી બેસ્ટ ફ્રેન્ડ રોનિત રોયને વળગીને મંદિરા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી
મંદિરા બેદી બેસ્ટ ફ્રેન્ડ રોનિત રોયને વળગીને મંદિરા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી
અંતિમ સંસ્કાર બાદ મિત્રો સાથે ઘરે પરત ફરતી મંદિરા બેદી
અંતિમ સંસ્કાર બાદ મિત્રો સાથે ઘરે પરત ફરતી મંદિરા બેદી
અન્ય સમાચારો પણ છે...