સોશિયલ મીડિયા પર વિવાદ:પતિ રાજ કૌશલની અર્થી ઉઠાવતા મંદિરા બેદીએ સ્ટીરિયોટાઇપ ઇમેજને તોડી, લોકોએ કપડાં પર સવાલ ઉઠાવીને ટ્રોલ કરી

7 મહિનો પહેલા
  • મંદિરાએ પોતાના પતિની અર્થી ઉઠાવીને તમામ વિધિમાં ભાગ લીધો તેના પર દર્શકોનું સૌથી વધારે ધ્યાન ગયું.

છેલ્લા ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીનો ભાગ રહી ચૂકેલી મંદિરા બેદીએ 30 જૂનના રોજ પોતાના પતિ રાજ કૌશલને ગુમાવી દીધો છે. મંદિરાનો પતિ રાજ એક પોપ્યુલર પ્રોડ્યુસર અને ડાયરેક્ટર હતો જેનું નિધન બુધવાર સવારે કાર્ડિયક અરેસ્ટના કારણે થયું. મૃત્યુના થોડા કલાકો પહેલા રાજ એકમદ સ્વસ્થ હતો પરંતુ અચાનક હાર્ટ-અટેક આવતાં દુનિયાને અલવિદા કહી દીધું જેનાથી મિત્રો આઘાતમાં છે. સોશિયલ મીડિયા પર રાજની અંતિમ યાત્રાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં મંદિરા ધ્રુસકે ધ્રુસકે રડતી જોવા મળી રહી છે, જો કે, મંદિરાએ પોતાના પતિની અર્થી ઉઠાવીને તમામ વિધિમાં ભાગ લીધો તેના પર દર્શકોનું સૌથી વધારે ધ્યાન ગયું છે.

આ વાતને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સની વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે. કેટલાક લોકો મંદિરાને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે તેમજ કેટલાક લોકો એવા પણ જે જેન્ડર સ્ટીરિયોટાઇપ તોડવા પર તેની પ્રશંસા કરી રહ્યા છે. જુઓ સોશિયલ મીડિયા પર લોકોના રિએક્શન-

રાજ કૌશલની અંતિમ યાત્રાની તસવીર સામે આવતા જ લોકોએ એક્ટ્રેસ સૂટ કે સાડીની જગ્યાએ જીન્સ-ટી-શર્ટ પહેરીને ઘણા સવાલ ઉભા કર્યા છે. તો બીજી તરફ લોકોનું કહેવું હતું કે દીકરો હતો તો મંદિરાએ જાતે કાંધ કેમ આપી અને કેમ અર્થી ઉઠાવી. આવા જ અમુક ટ્રોલર્સને જવાબ આપતા એક યુઝરે લખ્યું- મારી તરફથી મંદિરા બેદીને સન્માન, ભલે તે આદર્શ ભારતીય નારીના બોક્સમાં ફિટ હોય કે ન હોય. જે લોકો એવું કહી રહ્યા છે કે બાળકે અંતિમ સંસ્કાર કરવા જોઈએ કોઈ યુવાને નહીં તો એ વિચારો કે એક બાળક માટે આ કેટલું દુઃખદ હોઈ શકે છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સે ટ્રોલ કરી

22 વર્ષનો સંગાથ છૂટ્યો
મંદિરા બેદીએ વર્ષ 1999માં રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેને એક દીકરો છે. દીકરા સિવાય મંદિરા અને રાજે ગયા વર્ષે એક દીકરીને દત્તક લીધી હતી. બંનેની મુલાકાત ડાયરેક્ટર મુકુલ આનંદના ઘરે થઈ હતી જ્યાં એક્ટ્રેસ ઓડીશન આપવામાં આવી હતી. રાજ તે સમયે મુકુલને આસિસ્ટ કરતો હતો. ધીમે ધીમે બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. મંદિરાના પરિવારના લોકો તેમના લગ્નથી ખુશ નહોતા જેથી એક્ટ્રેસે પોતાના પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...