તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદિરા બેદી 48 વર્ષની થઈ:શાંતિના રોલથી દરેક ઘરમાં ફેમસ થઈ હતી, કરિયર માટે લગ્નના 11 વર્ષ સુધી માતા નહોતી બની

2 મહિનો પહેલા
  • મંદિરાએ જુલાઈ 2020માં એક દીકરી દત્તક લીધી અને તેનું નામ તારા રાખ્યું છે

એક્ટ્રેસ, મોડલ, ફેશન ડિઝાઈનર અને ટીવી પ્રેજન્ટેટર મંદિરા બેદી 48 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 15 એપ્રિલ 1972ના રોજ કોલકાતામાં થયો હતો. મંદિરાના પિતાનું નામ વીરેન્દ્ર સિંહ બેદી અને માતાનું નામ ગીતા બેદી છે. તેને ખાસ કરીને 90ના દાયકામાં ટીવી શો શાંતિની લીડ રોલ તરીકે જાણવામાં આવે છે.

આ પારિવારિક શોમાં મંદિરાએ એક એવી છોકરીનો રોલ પ્લે કર્યો હતો, જે પોતાના હકની લડાઈ લડે છે. આ શોમાં મંદિરા બેદી ઘર-ઘરમાં શાંતિના નામથી ફેમસ થઇ ગઈ હતી. એ પછી મંદિર બેદીએ ‘ઔરત’ અને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ’થી જેવી અમુક સિરિયલ્સમાં કામ કર્યું.

IPLનું કવરેજ કરી ચૂકી છે
શાંતિમાં ગ્લેમરથી દૂર રહેનારી મંદિરા બેદી આજે પોતાની સ્ટાઈલ અને ગ્લેમરસ અંદાજથી ફેમસ છે. તેણે IPL સીઝન-3નું કવરેજ કર્યું હતું. આ દરમિયાન તેણે પહેરેલી સાડીઓ ઘણી પોપ્યુલર બની હતી. 2014માં તેણે પોતાનો સાડી સ્ટોર પણ લોન્ચ કર્યો હતો.

વેલેન્ટાઈન્સ ડે પર લગ્ન કર્યા હતા
મંદિરાએ પ્રેમનાં પ્રતિકનો દિવસ એટલે કે વેલેન્ટાઈન્સ ડેના દિવસે લગ્ન કર્યા હતા. 14 ફેબ્રુઆરી, 1999ના રોજ તેણે ફિલ્મમેકર રાજ કૌશલ સાથે ફેરા ફર્યા. તેના દીકરાનો જન્મ 19 જૂન, 2011ના રોજ થયો હતો. કરિયર માટે મંદિરા લગ્નના 11 વર્ષ પછી માતા બની હતી. તેણે દીકરાનું નામ વીર રાખ્યું છે. એ પછી મંદિરાએ જુલાઈ 2020માં એક દીકરી દત્તક લીધી અને તેનું નામ તારા રાખ્યું છે.

48 વર્ષની ઉંમરે પણ પોતાને ફિટ રાખે છે
મંદિરા તેના કામ અને ફિટનેસ એ બંને વચ્ચે બેલેન્સ રાખે છે. આથી જ તે આ ઉંમરે પણ વધારે ફિટ છે. મંદિરાનો આ લુક રેગ્યુલર વર્કઆઉટ અને ફિટનેસને માટે ડેડિકેશનને લીધે મળ્યો છે. મંદિરાના ઇન્સ્ટાગ્રામ પર નજર નાખીએ તો એવા ઘણા ફોટોઝ મળશે, જેમાં તે વર્કઆઉટ કરતી દેખાશે.

એક ઇન્ટરવ્યૂમાં મંદિરાએ કહ્યું હતું, ‘મારી ફિટનેસનું સિક્રેટ રોજ આશરે 10 કિમીની દોડ છે. હું જ્યાં પણ જઉં છું ત્યાં મારા સ્પોર્ટ્સ શૂઝ સાથે રાખું છું. હોટેલ કે ગમે ત્યાં રોકાવું ત્યાં પણ દોડવાનું ચૂકતી નથી.’