તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરે લક્ષ્મી આવી:મંદિરા બેદીએ 4 મહિના પહેલાં દીકરી તારા દત્તક લીધી, દશેરાના દિવસે નવા ફેમિલી મેમ્બરનો ઇન્ટ્રો કરાવ્યો

એક મહિનો પહેલા

મંદિરા બેદી અને તેના પતિ રાજ કૌશલે તેમના ઘરે આવેલા નવા મહેમાનનું સ્વાગત કર્યું છે. રાજ અને મંદિરાએ 4 વર્ષની દીકરી દત્તક લીધી છે. મંદિરાએ તારા સાથે પરિવારનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. બંનેને એક 9 વર્ષનો દીકરો વીર પણ છે. દીકરીનું નામ તારા બેદી કૌશલ રાખ્યું છે.

4 મહિના પહેલાં પરિવારમાં તારા આવી
મંદિરાએ પોસ્ટમાં લખ્યું, ‘તે અમારી પાસે આશીર્વાદની જેમ આવી. અમારી નાનકડી દીકરી તારા. 4 વર્ષ અને અન્ય થોડી ઉંમર. તેની આંખો સ્ટારની જેમ ચમકે છે, વીરની બહેન. ઘરમાં તારું સ્વાગત છે. અમે આભારી છીએ. તારા બેદી કૌશલ. 28 જુલાઈ, 2020ના રોજ અમારા પરિવારનો ભાગ બની.’

વર્ષ પહેલાં મંદિરાએ ઈચ્છા વ્યક્ત કરી હતી
મંદિરાના પતિ રાજે પણ એક પોસ્ટ શેર કરીને લખ્યું, ‘દશેરાના શુભ અવસરે અમે તમને પરિવારના ના મેમ્બરને ઇન્ટ્રોડ્યુસ કરાવવા માગીએ છીએ. તારા બેદી કૌશલ. અમારો પરિવાર પૂરો થયો. અમે બે, અમારા બે. મંદિરાએ ગયા વર્ષે એક ઇન્ટરવ્યૂમાં ઈચ્છા જાહેર કરી હતી કે, વીર માટે એક બહેન ઈચ્છીએ છીએ. મારો દીકરો 8 વર્ષ છે અને એક દીકરી દત્તક લેવા માગીએ છીએ જે અઢીથી ચાર વર્ષની હોય. અમે તેનું નામ પણ વિચારી લીધું છે તેને તારા કહીશું.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો