તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:મંદાના કરીમીએ પ્રોડ્યુસર મહેન્દ્ર ધારીવાલ પર હેરેસમેન્ટનો આરોપ મૂકી કહ્યું, ‘કપડાં ચેન્જ કરતી વખતે તે વેનિટી વેનમાં ઘૂસી ગયો હતો’

2 મહિનો પહેલા

‘બિગ બોસ 9’ પછી ચર્ચામાં આવેલી મોડલ અને એક્ટ્રેસ મંદાના કરીમીએ પોતાની ફિલ્મ ‘કોકા કોલા’ના પ્રોડ્યુસર મહેન્દ્ર ધારીવાલ પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે. મંદાનાએ કહ્યું કે, ‘હું જ્યારે વેનિટી વેનમાં ડ્રેસ બદલી રહી હતી ત્યારે મહેન્દ્રએ અંદર આવીને મારી સાથે અડપલા કર્યા હતા. આ ઘટના દિવાલી પહેલાં એક દિવસ 13 નવેમ્બરની છે.’

મંદાનાએ એક વાતચીતમાં કહ્યું કે, ‘હું હજુ શોક છું, મારી સાથે શું થયું? ‘કોકા કોલા’ પર કામ કર્યાને એક વર્ષથી વધારે સમય પસાર હૈ ગયો છે. મને શરુઆતથી આ ટીમ સાથે કામ કરવામાં તકલીફ થતી હતી.’

મહેન્દ્ર ધારીવાલના વિચાર જૂના અને પુરુષપ્રધાન છે. સેટ પર કોઈ એક વ્યક્તિના ઈગો પર કામ કરવું કોઈ નવી વાત નથી, પરંતુ 13 નવેમ્બરની ઘટનાથી હું હલી ગઈ છું.

વધુમાં એક્ટ્રેસે કહ્યું, ‘શૂટિંગનો છેલ્લો દિવસ હતો અને હું મારું બધું કામ પૂરું કરવા માગતી હતી કારણકે મારે કોઈને મળવા જવાનું હતું. શૂટ પૂરું થયા પહેલાં પ્રોડ્યુસરે મને એક કલાક વધારે રોકવા કહ્યું. તે મારા માટે શક્ય નહોતું. શૂટ પૂરું થતાની સાથે હું ચેન્જ કરવા વેનિટી વેનમાં ગઈ અને સ્પોટબોયને કહ્યું કે અંદર કોઈને આવવા ના દે. મને લાગ્યું કે દરવાજો બંધ છે, પણ તેવું નહોતું. હું ચેન્જ કરી રહી હતી ત્યારે મહેન્દ્ર અંદર આવ્યો. મેં તેને બહાર જવા માટે વિનંતી કરી, પરંતુ તે ના ગયો અને બૂમો પાડતો રહ્યો. નસીબજોગે સ્ટાઈલિસ્ટ (હિતેન્દ્ર કપોપરા) ભાગતો અંદર આવ્યો અને વાત બગડે તે પહેલા જ ધારીવાલને ધક્કો મારીને કાઢી મૂક્યો.’

મહેન્દ્રએ કઈક અલગ જ સ્ટોરી કહી
મંદાનાના આરોપ પર ચોખવટ આપતા મહેન્દ્ર ધારીવાલે અલગ જ સ્ટોરી કહી. ધારીવાલે કહ્યુ, ‘અમે મંદાનાને 7 લાખ રૂપિયામાં સાઈન કરી હતી, પરંતુ જ્યારે શૂટિંગ શરૂ થયું અને સતત ચાલતી રહી તો મંદાનાના નાટક વધી ગયા. જેમકે અમે દિલ્હીમાં શૂટિંગ કરી રહ્યા હતા અને તેણે એક દિવસમાં રિટન આવવાનું હતું. ત્યારે તેણે 2 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી.’

લોકડાઉન બાદ ફરી શૂટિંગ શરૂ કરવાનું પ્લાનિંગ કર્યું તો તેની ડેટ જાણવા માટે સંપર્ક કર્યો. ત્યારે તેણે કહ્યું હતું કે તે વ્યસ્ત છે. તેણે તે નવી ડેટ્સ માટે 2 લાખ રૂપિયા પ્રતિદિવસની માગણી કરી. તે પૈસા એડવાન્સમાં માગતી હતી અને તેને આપવામાં પણ આવ્યા હતા.

છેલ્લા દિવસે શું થયું હતું?
શૂટના છેલ્લા દિવસની સ્પષ્ટતા કરતા ધારીવાલે કહ્યું કે, શિફ્ટ સવારે 9 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી હતી, પરંતુ 8 વાગ્યા એટલે એક્ટ્રેસ વેનિટી વેનમાં ચાલી ગઈ. ધારીવાલ પ્રમાણે, તેઓ મંદાના પાછળ એટલા માટે ભાગ્યા કે તેઓ શૂટિંગ હજુ પણ આગળ લંબાવી શકતા નથી કારણ કે તેઓ નુક્સાનમાં છે.

તેઓ કહે છે કે, ‘તે સમજવા માટે તૈયાર ન થઈ અને પેકઅપ કરવા લાગી તો હું ગુસ્સે થઈ ગયો. તેના પર મંદાનાએ મારો વીડિયો બનાવવાનો શરૂ કર્યો. તેને વેનિટી વેનમાં ગયાની 10-15 સેકન્ડ બાદ હું અંદર ગયો અને એન્ટ્રી સમયે દરવાજો પણ ખખડાવ્યો હતો. તેણે મને અંદર આવવા કહ્યું હતું.

પબ્લિક બાહર ઊભી હતી અને હું વેનની સીડી પર ઊભો હતો. મેં તેને વધારાની 15 મિનિટ આપવા માટે નિવેદન કર્યું, પરંતુ તેણે નાટક શરુ કર્યા તો મને ગુસ્સો આવી ગયો. ત્યારબાદ તે શૂટિંગ ફ્લોર પર આવી અને તેણે મારો વીડિયો બનાવવાનો શરૂ કર્યો. સેટ પર ઘણા લોકો હતા. જે એ વાત પુરવાર કરી શકે છે કે હું સાચું કરી રહ્યો હતો. ’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser