તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંગના વચન ભૂલી:ચાકુબાજીમાં ઈજાગ્રસ્ત થયેલી માલવી મલ્હોત્રાએ કહ્યું- કંગના રાડો પાડવા સિવાય કઈ નથી કરી શકતી, તે ખોટી છે

21 દિવસ પહેલા

ટીવી એક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર થોડા મહિના પહેલાં ઓક્ટોબરમાં ચાકુથી હુમલો થયો હતો. પ્રહાર કરનાર યોગેશ મહિપાલ સિંહ હતો. હવે માલવીએ કહ્યું કે કંગના રનૌત મદદ કરવાનું વચન આપ્યા પછી પણ તેની મદદ માટે કોઈવાર આવી નથી. માલવી મદદ માટે રાહ જોતી રહી પણ કઈ થયું નહીં.

કંગના નહીં પણ ઉર્મિલા મદદગાર બની
મુંબઈ મિરરને આપેલા ઇન્ટરવ્યૂમાં માલવીએ કહ્યું, મને કંગના પર પૂરો ભરોસો હતો કે તે મારી મદદ કરશે. માટે મેં એક ડોક્ટરની મદદથી તે વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતો. કંગનાએ તે જ દિવસે ટ્વીટ પણ કર્યું હતું પણ ત્યારબાદ હું જ્યારથી હોસ્પિટલથી આવી છું ત્યારથી તેની મદદની રાહ જોઈ રહી છું. આજ સુધી કોઈ મદદ નથી મળી.

માલવીએ કહ્યું કે ઉર્મિલા માતોંડકર જ હતી જે તેની મદદ માટે આવી હતી. માલવીએ કહ્યું કે, તે શરૂઆતથી જ મદદ કરી રહ્યા છે. જેનાથી મેં કોઈ આશા રાખી ન હતી. મને પછી એવી પણ જાણ થઇ કે તેણે કોઈ પોલીસ ઓફિસરને ફોન કરીને આ કેસમાં તપાસ કરવા પણ કહ્યું હતું.

માલવીએ કંગના પાસે મદદ માગી હતી
માલવીએ મીડિયા ઈન્ટરેક્શનમાં નેશનલ વીમેન કમિશન અને કંગના પાસે મદદ માગતા કહ્યું હતું કે, 'હું નેશનલ વીમેન કમિશનની અધ્યક્ષ રેખા શર્માને અપીલ કરું છું કે તે આ કેસને જુએ અને મારી મદદ કરે. હું કંગના રનૌતને પણ વિનંતી કરું છું કે મારો સપોર્ટ કરે કારણકે હું પણ તેમના શહેર મંડીની છું. જે ઘટના મારી સાથે મુંબઈમાં થઇ તે મેં ક્યારેય સપનામાં પણ વિચારી ન હતી. માટે હું મારી સાથે થયેલા અન્યાય માટે તેમનો સપોર્ટ માગુ છું.'

હિમાચલની રહેવાસી માલવી તેલુગુ ફિલ્મ 'કુમારી 21 એફ', તમિળ ફિલ્મ 'નદિક્કુ એન્ડી', હિન્દી ફિલ્મ 'હોટલ મિલન', ટીવી સિરિયલ 'ઉડાન'માં કામ કરી ચૂકી છે. આ સિવાય તેણે જાહેરાતોમાં પણ કામ કર્યું છે.

કંગનાએ સોશિયલ મીડિયા પર વચન આપ્યું હતું
કંગનાએ માલવી સાથે થયેલી ઘટના પર કહ્યું હતું, 'પ્રિય માલવી, હું તમારી સાથે છું, મેં વાંચ્યું કે તમારી હાલત નાજુક છે, હું તમારા માટે પ્રાર્થના કરું છું. હું રેખા શર્માજીને વિનંતી કરું છું કે તે દોષી વિરુદ્ધ તરત જ એક્શન લે. અમે તમારી સાથે છીએ અને અમે તમને ન્યાય અપાવશું. પ્લીઝ ભરોસો કરો. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હકીકત છે. નાના શહેરમાંથી આવતા સ્ટ્રગલર્સ સાથે આવું જ થાય છે જેની પાસે કોઈ કનેક્શન કે પ્રોપર ચેનલ નથી હોતી, નેપોટિઝ્મ કિડ્સ ભલે ગમે એટલા પોતાને ડિફેન્ડ કરી લે પરંતુ તેમાંથી કેટલાને ચાકુ મારવામાં આવ્યા છે, તેમનો રેપ થયો છે અથવા તેમની હત્યા થઇ?'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો