• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Mallika Sherawat Said On Casting Couch In The Film Industry "I Did Not Face Casting Couch Much, People Were Afraid Of Me Because Of My Image

ખુલાસો:કાસ્ટિંગ કાઉચ અંગે મલ્લિકા શેરાવતે કહ્યું- મેલ એક્ટર્સ સેક્સુઅલી ફેવર માટે એપ્રોચ કરતા હતા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે પ્રકારે મેં મારી ઈમેજ બનાવી છે તેના કારણે લોકો દૂર રહે છે
  • મલ્લિકા શેરાવત અત્યારે વેબ સિરીઝ 'નકાબ'ને લઈને ચર્ચામાં છે

એક્ટ્રેસ મલ્લિકા શેરાવત અત્યારે વેબ સિરીઝ 'નકાબ'ને લઈને ચર્ચામાં છે. તેને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે મેં મારા 'પ્રિન્સિપલ્સ અને મોરલ વેલ્યુ' સાથે ક્યારેય સમાધાન કર્યું નથી. મલ્લિકાએ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચને લઈને પણ વાત કરી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેણે ઈન્ડસ્ટ્રીમાં લોકોએ સેક્સુઅલી ફેવર માટે પ્રપોઝ કરતા? ત્યારે તેણે કહ્યું કે જે પ્રકારે મેં મારી ઈમેજ બનાવી છે તેના કારણે લોકો દૂર રહે છે.

જે મારા નસીબમાં છે તે મને મળશે
મલ્લિકાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મેં કાસ્ટિંગ કાઉચનો વધારે સામનો નથી કર્યો, પરંતુ થોડો ઘણો કર્યો છે. પરંતુ મને લાગે છે કે તે બધા મારાથી ડરતા હતા. મને પ્રપોઝલ આપતા પહેલા મારા વિચાર માત્રથી તે લોકો નર્વસ થઈ જતા હતા.

આગળ વાત કરતા કહ્યું, બધાની સામે મારી ઈમેજ હતી કે તે બોલ્ડ છે અને ઓફર્સને રિફ્યુઝ કરી નાખશે, તે શરમાળ અને ડરી ગયેલી છોકરી નથી. તેથી મારી ઈમેજે પણ કાસ્ટિંગ કાઉચમાં મારી મદદ કરી...હું બોલિવૂડ પાર્ટિઓમાં નથી ગઈ, કોઈ ડાયરેક્ટર અથવા પ્રોડ્યુસરને રાત્રે હોટેલના રૂમમાં અથવા તેમની ઓફિસમાં નથી મળી. મેં મારી જાતને તેનાથી દૂર રાખી, અને વિચાર્યું, જે મારા નસીબમાં છે તે મને મળશે. મારે આ બધી વસ્તુઓ કરવાની જરૂર નથી.

સ્ટાર્સના કહેવા પર મને પ્રોજેક્ટ્સમાંથી કાઢી મૂકવામાં આવતી હતી
તમે શોર્ટ સ્કર્ટ પહેરો છો, સ્ક્રિન પર કિસ સીન કરો છો તો તમે ખરાબ સ્ત્રી છો જેની પાસે કોઈ મોરલ વેલ્યુ નથી. પુરુષ પણ તમારો ફાયદો ઉઠાવવાનું વિચારે છે. આ મારી સાથે પણ થયું છે, મને પ્રોજેક્ટ્સમાંથી બહાર કરી દેવામાં આવી કેમ કે હીરો કહેતા હતા કે, તુ મારી સાથે ઈન્ટીમેટ કેમ ન થઈ શકે? સ્ક્રિન પર સરળતાથી કરી લે છે તો પ્રાઈવેટ રૂમમાં મારી સાથે આવું કરવામાં શું સમસ્યા છે? મેં ઘણા પ્રોજેક્ટ ગુમાવ્યા છે. આ બધું આપણી સોસાયટીને રિફલેક્ટ કરે છે કે આપણા દેશમાં મહિલાઓ કેવી રીતે ડીલ કરે છે.

અન્ય સમાચારો પણ છે...