વધુ એક સ્ટારની આત્મહત્યા:મલયાલમ ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર સરથ ચંદ્રનનું 37 વર્ષની ઉંમરમાં મોત

કોચ્ચિ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

મલયાલમ ઇન્ડસ્ટ્રીના જાણીતા સ્ટાર સરથ ચંદ્રન શુક્રવાર, 29 જુલાઈના રોજ પોતાના ઘરે મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. કેરળ પોલીસને સરથના ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. સરથના પરિવારમાં પેરેન્ટ્સ તથા નાનો ભાઈ છે.

શું લખ્યું છે સુસાઇડ નોટમાં?
પોલીસને શંકા છે કે 37 વર્ષીય સરથે ઝેર પીને આત્મહત્યા કરી છે. સરથના ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે તેના મોત માટે કોઈ જવાબદાર નથી. પોલીસને આશંકા છે કે સરથ ડિપ્રેશનમાં હશે અને આ જ કારણે તેણે આત્મહત્યા કરી હશે.

IT ફર્મમાં કામ કર્યું
કોચ્ચિમાં રહેતા સરથ ચંદ્રને ફિલ્મમાં કામ કરતાં પહેલા IT કંપનીમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેણે ડબિંગ એક્ટર તરીકે ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેણે મલયાલમ ઇન્ડસ્ટ્રીની ફિલ્મ 'અનીસ્યા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

આ ફિલ્મથી લોકપ્રિય થયો
સરથ મલયાલમ ફિલ્મ 'અંગામાલી ડાયરીઝ'થી ચાહકોમાં લોકપ્રિય થયો હતો. સરથે 'કૂડે', 'ઓરુ મેક્સિકન' જેવી ફિલ્મમાં પણ કામ કર્યું છે. સરથે ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યું હતું.

કો-સ્ટારે શ્રદ્ધાંજલિ પાઠવી
'અંગામાલી ડાયરીઝ'ના કો-સ્ટાર એન્ટની વર્ગીઝે સો.મીડિયામાં તસવીર શૅર કરીને ચંદ્રનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...