તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુન્નીની ધૂમ:ઈંગ્લેન્ડની સ્કૂલમાં મ્યૂઝિક એજ્યુકેશન સિલેબસમાં મલાઈકાનું ગીત 'મુન્ની બદનામ હુઈ' સામેલ

મુંબઈ2 મહિનો પહેલા

ઈંગ્લેન્ડના ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશને તાજેતરમાં જ એક નવો મ્યૂઝિક કરિકુલમ લૉન્ચ કર્યો હતો, જેમાં ભારતીય સંગીત જગતમાંથી પણ કેટલાંક ગીતો રેફરન્સ તરીકે લેવામાં આવ્યા છે. આ ગીતમાં મલાઈકા અરોરાનું ગીત 'મુન્ની બદનામ' પણ સામેલ છે. આ આખા અભ્યાસક્રમને 15 મ્યૂઝિક એજ્યુકેશન સ્પેશિયાલિસ્ટ, ટીચર્સ, એજ્યુકેશન લીડર્સ તથા સંગીતકારોએ તૈયાર કર્યો છે. આ અભ્યાસક્રમ સ્કૂલમાં હાઈ ક્વોલિટી મ્યૂઝિક એજ્યુકેશન આપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.

આ સોંગ્સ પણ સામેલ
સલમાન ખાનની ફિલ્મ 'દબંગ'ના ગીત 'મુન્ની બદનામ હુઈ' ઉપરાંત એ આર રહેમાને કમ્પોઝ કરેલું ગીત 'જય હો', અનુષ્કા શંકરનું 'ઈન્ડિયન સમર' તથા કિશોરી અમોનકરનું 'સહેલી રે' પણ સામેલ છે.

મલાઈકાની સો.મીડિયા પોસ્ટ
મલાઈકાની સો.મીડિયા પોસ્ટ

'મુન્ની બદનામ હુઈ' અંગે અભ્યાસક્રમ નોટમાં લખ્યું હતું કે બોલિવૂડમાં આઈટમ નંબર પ્લોટ વગર જ એડ કરવામાં આવે છે. ફિલ્મનો લીડ હીરો ચુલબુલ પાંડે આ ગીતમાં આવે છે તો પર્ફોર્મર મલાઈકા માત્ર આ જ ગીતમાં જોવા મળે છે. આ ગીતનું સંગીત, ડાન્સ તથા કલરફૂલ વિઝ્યુઅલ્સમાં બોલિવૂડના અનેક ટિપિકલ ફીચર્સ જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે 2010માં રિલીઝ થયેલી 'દબંગ'માં 'મુન્ની બદનામ હુઈ' આઈટમ સોંગ હતું. આ ગીતને મમતા શર્મા તથા ઐશ્વર્યા નિગમે ગાયું હતું અને સંગીત લલિત પંડિતનું હતું. આ ગીત ભોજપુરી લોકગીત પરથી બનાવવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો