કપડાંની મજાક:મલાઈકા વેક્સિનનો બીજો ડોઝ લેવા રિવીલિંગ ડ્રેસમાં આવી, યુઝર્સે કહ્યું- દીદી અહીંયા તો ઢંગના કપડાં પહેરો

મુંબઈ5 મહિનો પહેલા
  • મલાઈકાએ એપ્રિલ મહિનાના ફર્સ્ટ વીકમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લગાવી લીધો છે. મંગળવાર, 29 જૂનના રોજ વેક્સિનેટ થયા બાદ મલાઈકા સેન્ટરની બહાર જોવા મળી હતી. આ વીડિયો બહાર આવ્યા બાદ યુઝર્સે એક્ટ્રેસને ટ્રોલ કરી હતી. કેટલાંક યુઝર્સે મલાઈકાના વધુ પડતાં બોલ્ડ કપડાં અંગે ખરું-ખોટું સંભળાવ્યું હતું. મલાઈકા જીમ આઉટફિટ તથા જેકેટમાં જોવા મળી હતી.

વેક્સિનેશન સેન્ટરમાં મલાઈકા અરોરા

આ રીતની કમેન્ટ્સ કરી

એક યુઝરે કહ્યું હતું, વેક્સિન લેવા ગઈ હતી કે જીમમાં. તો અન્ય એકે કહ્યું હતું કે વેક્સિન લેવા માટે તેણે પોતાના શરીરને કેમ આ રીતે બતાવવું પડે છે. એક સભ્ય રીતથી કપડાં પણ પહેરી શકતી હતી.

હાલમાં જ મલાઈકાએ પ્રેમી અર્જુનને બર્થડે વીશ કરી
મલાઈકાએ હાલમાં જ પ્રેમી અર્જુન કપૂર સાથેની તસવીર શૅર કરી હતી. આ તસવીર સાથે મલાઈકાએ કહ્યું હતું કે સનશાઇન જન્મદિવસની શુભેચ્છા.

ગયા વર્ષે મલાઈકા-અર્જુનને કોરોના થયો હતો
કોરોનાવાઇરસને કારણે ગયા વર્ષે દેશભરમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. આ સમયે અર્જુન તથા મલાઈકા સાથે રહ્યાં હતાં. લૉકડાઉન પૂરું થયા બાદ બંનેને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોરોના થયો હતો. બંને ક્વૉરન્ટીન દરમિયાન સાથે જ રહ્યા હતા.

મલાઈકાએ આ અંગે વાત કરી હતી
એક ઈન્ટરવ્યૂમાં મલાઈકાએ અર્જુન કપૂરનું નામ લીધા વગર કહ્યું હતું કે તે એક શાનદાર એક્ટરની સાથે ક્વૉરન્ટીનમાં રહી ચૂકી છે. તે ઘણો જ એન્ટરટેઇનિંગ એખ્ટર છે અને તેની સાથે પસાર કરેલી એક પણ ક્ષણ ખરાબ હોતી નથી. તે હંમેશાં તેની મજાક કરે છે અને તે આ વાત પર હસતી રહે છે. તેના માટે તે સુપર ફન છે.