એક્સિડન્ટ પછી કામ પર પરત ફરી એક્ટ્રેસ:મલાઈકા અરોરાએ કહી તે ભયાનક રાતની કહાની, કહ્યું- હું સંપૂર્ણપણે ફિટ છું પણ માનસિક સ્થિતિ હજી નાજુક; અર્જુન સાથે લગ્ન વિશે સંકેત આપ્યો

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા એક્સિડન્ટ પછી કામ પર પરત ફરી ચૂકી છે. 2 એપ્રિલના રોજ તેનો અકસ્માત થયો હતો. તે દરમિયાન તેને ઘણી ઈજા પહોંચી હતી. જેના નિશાન તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. અકસ્માતે તેણે સંપૂર્ણપણે હચમચાવી દીધી હતી, અને 15 દિવસ સુધી આરામ કર્યો હતો. તાજેતરમાં મલાઈકાએ એક્સિડન્ટ અંગે એક ઈન્ટરવ્યુમાં ઘણા ખુલાસા કર્યા છે. તેણે લાગે છે કે કાર સુરક્ષિત નથી.

બોલિવૂડ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન મલાઈકા અરોરાએ જણાવ્યું કે આ કાર એક્સિડન્ટ પછી તેના જીવનમાં ઘણા ફેરફાર આવ્યા. તેણે એ પણ જણાવ્યું કે બેભાન અવસ્થામાં તે બે લોકોના નામ લઈ રહી હતી અને ભગવાનને પ્રાર્થના કરી હતી. તેની સાથે તેણે અર્જુન કપૂરની સાથે પોતાના સંબંધો પર પણ વાત કરી છે.

મલાઈકા અરોરાએ ખુલાસો કરતા જણાવ્યું કે એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત થયા બાદ તે બેભાન અવસ્થામાં પોતાની માતા અને દીકરા અરહાન વિશે પૂછી રહી હતી અને વારંવાર શૂટિંગ સેટ પર જવા વિશે બડબડ કરતી હતી. મલાઈકા અરોરાએ દુર્ઘટનાની રાતની સંપૂર્ણ કહાની જણાવતા કહ્યું, તે ભયાનક રાત મને યાદ છે. મારી ચારેય તરફ લોહી હતું. મારો પરિવાર, અર્જુન કપૂર અને તમામ લોકો ડરી ગયા હતા. લગભગ એક અઠવાડિયા પછી મેં મારી જાતને અરીસામાં જોઈ. મારા કપાળ પર ઈજાના નિશાન હતા.

મલાઈકાએ આગળ જણાવ્યું કે, તે નિશાન મને હંમેશાં યાદ અપાવશે કે તે રાત્રે શું થયું હતું, પરંતુ તે મને જીંદગી જીવવાથી ક્યારેય રોકી શકશે નહીં. મને અકસ્માતની રાતની તે ક્ષણ બરાબર યાદ છે, જેમાં હું માત્ર બે વસ્તુઓ માટે પ્રાર્થના કરી રહી હતી- પહેલી વાત કે તે રાત્રે હું મરવા નહોતી માગતી અને બીજી વાત હું મારી આંખોની દૃષ્ટિ ગુમાવવા નહોતી માગતી, કેમ કે હું આઘાતમાં હતી. મને સ્પષ્ટ નહોતું દેખાતું. હું માત્ર એટલું અનુભવી શકતી હતી કે મારી ચારેય તરફ કાચના ટૂકડા છે અને કેટલાક ટૂકડા મારી આંખોમાં જતા રહ્યા હતા.

અર્જુનની સાથે રિલેશનશિપમાં તે ઘણી ખુશ છે

ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે મલાઈકાને અર્જુન કપૂરની સાથે રિલેશનશિપ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે દરેક રિલેશનશિપને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો પ્લાન હોય છે. અર્જુનની સાથે રિલેશનશિપમાં તે ઘણી ખુશ અને પોઝિટિવ છે અને આ આત્મવિશ્વાસ તેને અર્જુન તરફથી મળે છે. તેણે કહ્યું, અમે ખરેખર એકબીજા માટે છીએ. અમે ભવિષ્યને સાથે જોવા માગીએ છીએ. અમે તેના વિશે મજાક કરીએ છીએ, પરંતુ અમે ખૂબ ગંભીર પણ છીએ. મને નથી લાગતું કે અમારે (અર્જુ-મલાઈકા) બધા કાર્ડ એકસાથે ખોલવા જોઈએ. હું હંમેશાં તેને કહું છું કે હું તારી સાથે આગળ વધવા માગુ છું. બીજું બધું જોઈ લઈશું. અન્ય વસ્તુઓ આગળ સમજ આવી જશે પરંતુ મને ખબર છે કે તે મારો છે.