વાઇરલ તસવીર:મલાઈકા અરોરા પહેરે છે 12 વર્ષ નાના પ્રેમીના કપડાં, અર્જુન કપૂરે તસવીર શૅર કરીને પુરાવો આપ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અર્જુન કપૂરે પોતાનો 37મો જન્મદિવસ લેડીલવ મલાઈકા અરોરા સાથે પેરિસમાં સેલિબ્રેટ કર્યો હતો. અર્જુન તથા મલાઈકા બર્થડે સેલિબ્રેશન માટે ખાસ પેરિસ ગયા છે. હાલમાં જ અર્જુન કપૂરે સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીર જોઈને ખ્યાલ આવે છે કે મલાઈકાએ પ્રેમી અર્જુનના કપડાં પહેર્યાં હતાં.

અર્જુને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
અર્જુન કપૂરે શૅર કરેલી પહેલી તસવીરમાં તે સવારે બ્લૂ જમ્પસૂટમાં જોવા મળે છે. બીજી તસવીરમાં રાત્રે મલાઈકાએ તે જ બ્લૂ જમ્પસૂટ પહેર્યો હોય છે. આ તસવીર શૅર કરીને અર્જુન કપૂરે કહ્યું હતું, 'સવારે હું પહેરું, રાત્રે તે પહેરે, વધુ વિગત માટે સ્વાઇપ કરો.' આ પોસ્ટ પર મલાઈકાએ તરત જ કમેન્ટ કરી હતી અને કમેન્ટ બોક્સમાં કહ્યું હતું, 'હાહાહાહ..પકડી પાડી..'

અર્જુન કપૂરની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' જુલાઈમાં રિલીઝ થશે. મોહિત સૂરીએ ડિરેક્ટ કરેલી ફિલ્મમાં અર્જુન ઉપરાંત તારા સુતરિયા, જ્હોન અબ્રાહમ તથા દિશા પટની છે. અર્જુન 'કુત્તે', 'ધ લેડી કિલર'માં પણ જોવા મળશે.

માત્ર મલાઈકા જ નહીં, આ એક્ટ્રેસિસ પણ પાર્ટનરના કપડાં પહેરે છે...

તાહિરા કશ્યપે પતિ આયુષ્માનનું જેકેટ પહેર્યું

અનુષ્કા શર્માએ વિરાટ કોહલીની ટી શર્ટ પહેરી

દીપિકાએ રણવીર સિંહનો સ્વેટશર્ટ પહેર્યો

પ્રિયંકા ચોપરા પતિ નિકના શર્ટમાં

સોનમ કપૂર પણ અવારન-નવાર પતિ આનંદ આહુજાની ટી શર્ટ, શર્ટ અને જેકેટ પહેરતી હોય છે

અર્જુન રામપાલની લિવ ઇન પાર્ટનર ગેબ્રિએલા પણ એક્ટરના કપડાં પહેરતી હોય છે

એક ઇવેન્ટમાં મીરા રાજપૂત પતિ શાહિદનો શર્ટ પહેરીને આવી હતી