વાઇરલ વીડિયો:મલાઈકા અરોરાએ 1.35 લાખનો શર્ટ પહેર્યો, યુઝર્સ બોલ્યા- પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાના બોલ્ડ આઉટફિટ માટે જાણીતી છે. હાલમાં જ મલાઈકા મુંબઈમાં નાઇટ આઉટ કરતી જોવા મળી હતી. આ સમયે મલાઈકાએ માત્ર શર્ટ પહેર્યો હતો.

વ્હાઇટ શર્ટમાં મલાઈકા
મલાઈકાએ બાલેન્સિયાગા બ્રાન્ડનો વ્હાઇટ શર્ટ પહેર્યો હતો. મલાઈકાએ શર્ટની સાથે બોટમ પહેર્યું નહોતું. ગમબુટ તથા સ્લિંગ બેગથી લુક કમ્પ્લિટ કર્યો હતો. મલાઈકાએ કારમાં બેસતા પહેલાં ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા.

શર્ટ 1.30 લાખથી પણ મોંઘો છે
મલાઈકાના શર્ટની કિંમત 1750 અમેરિકન ડૉલર (ભારતીય ચલણ પ્રમાણે 1,39,085 રૂપિયા) છે. થોડાં સમય પહેલાં આલિયા ભટ્ટ પણ એરપોર્ટ પર આ જ બ્રાન્ડના શર્ટમાં જોવા મળી હતી.

સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કરી
મલાઈકાને માત્ર શર્ટમાં જ જોતાં સો.મીડિયા યુઝર્સ ભડકી ગયા હતા. એક યુઝરે કમેન્ટ કરી હતી કે બિચારી પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે. અન્ય એકે કહ્યું હતું કે અર્જુનનો શર્ટ પહેરી લીધો? બીજા એકે કમેન્ટ કરી હતી કે આલિયાના ડ્રેસની નકલ કરી.

હાલમાં જ વેકેશન મનાવવા ગઈ હતી
મલાઈકા જ્યોર્જિયામાં વેકેશન મનાવવા ગઈ હતી. મલાઈકાએ વેકેશનની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી.

મલાઈકા ગયા મહિને ફેશન ડિઝાઇનર કુનાલ રાવલના લગ્નમાં પ્રેમી અર્જુન કપૂર સાથે જોવા મળી હતી. આ લગ્નમાં રેહા કપૂર, શાહિદ કપૂર-મીરા રાજપૂત, વરુણ ધવન-નતાશા દલાલ સહિતના સેલેબ્સ આવ્યા હતા. લગ્નમાં મલાઈકાએ 'છૈય્યા છૈય્યા' પર ડાન્સ કર્યો હતો.