ઇન્ડિયન કોચર વીક:મલાઈકા અરોરા ટ્રાન્સપરન્ટ ગાઉનમાં રેમ્પ વૉક પર આગવી અદામાં જોવા મળી, તસવીરો વાઇરલ

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા હાલમાં જ દિલ્હીમાં ચાલતા ઇન્ડિયન કોચર વીકમાં શો-સ્ટોપર બની હતી. મલાઈકા ટ્રાન્સપન્ટ બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી.

મલાઈકાનો લુક કેવો હતો?
ઇન્ડિયન કોચર વીકના ચોથા દિવસે મલાઈકા અરોરાએ ફેશન ડિઝાઇનર રોહિત ગાંધી તથા રાહુલ ખન્નાના આઉટફિટ પહેરીને રેમ્પ પર વૉક કર્યું હતું. મલાઈકા અરોરા ડાર્ક ગ્રીન બ્લેક થાઇ હાઇ સ્લીટ ગાઉન પહેર્યું હતું. આ ગાઉનની ડીપ વી નેકલાઇન હતી.

બે વર્ષ બાદ ફેશન શો યોજાયો
કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી ઇન્ડિયન કોચર વીક ઓનલાઇન થતો હતો. આ વર્ષે ફિઝિકલ ઇવેન્ટ યોજાઈ છે. મલાઈકા પહેલાં અદિતી રાવ હૈદરીએ ફેશન ડિઝાઇનર અંજુ મોદી માટે રેમ્પ વૉક કર્યું હતું. રવિવાર, 30 જુલાઈના રોજ ઇન્ડિયન કોચર વીકનો છેલ્લો દિવસ છે અને તે દિવસ ફેશન ડિઝાઇનર અનામિકા ખન્ના પોતાના લેટેસ્ટ કલેક્શન રજૂ કરશે.

હાલમાં જ પ્રેમી સાથે પેરિસ ગઈ હતી
અર્જુન કપૂરે પોતાનો 37મો જન્મદિવસ લેડીલવ મલાઈકા અરોરા સાથે પેરિસમાં સેલિબ્રેટ કર્યો હતો. અર્જુન તથા મલાઈકા બર્થડે સેલિબ્રેશન માટે ખાસ પેરિસ ગયા છે.

આ વર્ષે લગ્ન કરે તેવી ચર્ચા
મલાઈકાના સંબંધો અર્જુન સાથે છે. ચર્ચા છે કે બંને આ વર્ષે બંને નવેમ્બર કે ડિસેમ્બરમાં લગ્ન કરશે. બંનેના લગ્નમાં માત્ર પરિવાર અને નિકટના મિત્રો જ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અર્જુન તથા મલાઈકાને લૅવિશ લગ્નની ઈચ્છા નથી. બંનેને સાદગી ગમે છે. રજિસ્ટર વેડિંગ બાદ બંને વેડિંગ પાર્ટી આપશે. આ વેડિંગ પાર્ટીમાં માત્રને માત્ર પરિવાર ને મિત્રો જ હશે. અર્જુન કપૂરનો પૂરો પરિવાર, મલાઈકાના પેરેન્ટ્સ, બહેન અમૃતા અરોરા તથા કરીના કપૂર, કરિશ્મા કપૂર ખાસ હાજર રહેશે. વધુમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે મલાઈકા તથા અર્જુન રજિસ્ટર વેડિંગમાં બહુ હેવી કપડાં પહેરવાના નથી. રજિસ્ટર વેડિંગમાં મલાઈકા એકદમ સિમ્પલ સાડી પહેરશે અને અર્જુન પણ એકદમ સાદો કુર્તો પહેરશે. પાર્ટીમાં બંને વેસ્ટર્ન આઉટફિટ પહેરશે અને ફોટોગ્રાફર્સને પોઝ પણ આપશે.