ટ્રોલિંગનો ભોગ:મલાઈકા અરોરા યોગ ક્લાસની બહાર વિચિત્ર રીતે ચાલતી જોવા મળી, યુઝર્સે કહ્યું- 'આંટી ઘૂંટણમાં દુખાવો થાય છે કે શું?

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મલાઈકા અરોરા બ્લેક ક્રોપ ટોપ તથા હાફ ટાઇટ પેન્ટમાં હતી

બોલિવૂડની ફિટ એક્ટ્રેસિસમાંથી એક મલાઈકા અરોરા રોજ યોગ કરે છે. ફિટનેસ ઉપરાંત મલાઈકા પોતાના બોલ્ડ આઉટફિટને કારણે ચર્ચામાં રહે છે. અનેકવાર કપડાંને કારણે મલાઈકા ટ્રોલ થતી હોય છે. હાલમાં જ મલાઈકા પોતાના યોગ ક્લાસની બહાર જોવા મળી હતી. અહીંયા તેને તેની ચાલવાની સ્ટાઇલને કારણે ટ્રોલ કરવામાં આવી હતી.

યોગ ક્લાસની બહાર મલાઈકા બ્લેક ક્રોપ ટોપ તથા હાફ ટાઇટ પેન્ટ્સમાં જોવા મળી હતી. મલાઈકા જ્યારે કારમાંથી નીચે ઉતરી ત્યારે તે એકદમ અલગ જ રીતે ચાલતી હતી. આ વીડિયો વાઇરલ થતાં યુઝર્સે એક્ટ્રેસને ખરાબ રીતે ટ્રોલ કરી હતી.

યુઝરે વીડિયોમાં કમેન્ટ કરતાં કહ્યું હતું, 'મલાઈકાએ તો 'ઇન્ડિયાઝ નેકસ્ટ સુપર મોડલ' જજ કર્યું છે, પરંતુ તે આમ કેમ ચાલે છે.' તો અન્ય એકે કહ્યું હતું, 'ભાઈ, આ કઈ રીત છે ચાલવાની.' એકે કહ્યું હતું, 'આંટી ઘૂંટણમાં દુખાવો થાય છે.'

હાલમાં જ મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર સાથે જોવા મળ્યા હતા. અર્જુન લેડી લેવનો હાથ પકડીને ફોટોગ્રાફર્સથી બચતો જોવા મળ્યો હતો.

આ દરમિયાન મલાઈકા વ્હાઇટ નોટેડ શર્ટની સાથે ડેનિમ શોર્ટ પેન્ટમાં હતી, અર્જુન બ્લેક ટી શર્ટ તથા બ્લેક પેન્ટમાં હતો.