સેન્સેશનલ અંદાજ:મિસ ઇન્ડિયા ઇવેન્ટમાં મલાઈકા અરોરા ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોવા મળી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

48 વર્ષીય મલાઈકા અરોરાનો અંદાજ લાજવાબ છે. મલાઈકા હાલમાં જ મિસ ઇન્ડિયા 2022ની ઇવેન્ટમાં સામેલ થઈ હતી. મલાઈકાના લુકની ચારેતરફ પ્રશંસા થઈ રહી છે. મલાઈકાની તસવીરો ને વીડિયો સો.મીડિયામાં છવાઈ ગયા છે.

મલાઈકા ટ્રાન્સપરન્ટ લુકમાં જોવા મળી
મલાઈકાના લુકની વાત કરીએ તો તે ટ્રાન્સપરન્ટ શિમરી ડીપ નેક ગાઉનમાં જોવા મળી હતી. ગોલ્ડન ડ્રેસમાં મલાઈકા ઘણી જ ગોર્જિયસ લાગતી હતી. મલાઈકાએ નેકલેસ તથા રિંગથી લુક કમ્પ્લિટ કર્યો હતો. મલાઈકાના આ લુકે હોલિવૂડ સ્ટાર કિમ કાર્દેશિયનની યાદ અપાવી દીધી હતી.

સો.મીડિયામાં ટ્રોલ પણ થઈ
મલાઈકાએ ગળામાં મિડલ સ્ટોનવાળો નેકસેલ પહેર્યો હતો. આ નેકલેસ જોઈને ચાહકોને સલમાન ખાનના બ્રેસલેટની યાદ આવી ગઈ હતી. સો.મીડિયા યુઝર્સે મલાઈકાને બ્રેસલેટ કારણે ટ્રોલ કરી હતી. એક યુઝરે સવાલ કર્યો હતો કે આ તો સલમાન ખાનનું બ્રેસલેટ છે, ભૂલથી ઘરેથી લઈ આવી છે કે શું?

ડ્રેસને કારણે પણ ટ્રોલ
મલાઈકાનો આઉટફિટ સી-થ્રૂ હતો. આ જ કારણે સો.મીડિયા યુઝર્સે મજાક ઉડાવી હતી. ઘણાં યુઝર્સે કહ્યું હતું કે મલાઈકાએ વધુ પડતો ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરી લીધો છે.

હાલમાં જ પ્રેમી સાથે પેરિસ ગઈ હતી
અર્જુન કપૂરે પોતાનો 37મો જન્મદિવસ લેડીલવ મલાઈકા અરોરા સાથે પેરિસમાં સેલિબ્રેટ કર્યો હતો. અર્જુન તથા મલાઈકા બર્થડે સેલિબ્રેશન માટે ખાસ પેરિસ ગયા છે.

આ વર્ષે લગ્ન કરે તેવી ચર્ચા
મલાઈકાના સંબંધો અર્જુન સાથે છે. ચર્ચા છે કે બંને આ વર્ષે બંને નવેમ્બર કે ડિસેમ્બરમાં લગ્ન કરશે. બંનેના લગ્નમાં માત્ર પરિવાર અને નિકટના મિત્રો જ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અર્જુન તથા મલાઈકાને લૅવિશ લગ્નની ઈચ્છા નથી. બંનેને સાદગી ગમે છે. રજિસ્ટર વેડિંગ બાદ બંને વેડિંગ પાર્ટી આપશે. આ વેડિંગ પાર્ટીમાં માત્રને માત્ર પરિવાર ને મિત્રો જ હશે. અર્જુન કપૂરનો પૂરો પરિવાર, મલાઈકાના પેરેન્ટ્સ, બહેન અમૃતા અરોરા તથા કરીના કપૂર, કરિશ્મા કપૂર ખાસ હાજર રહેશે. વધુમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે મલાઈકા તથા અર્જુન રજિસ્ટર વેડિંગમાં બહુ હેવી કપડાં પહેરવાના નથી. રજિસ્ટર વેડિંગમાં મલાઈકા એકદમ સિમ્પલ સાડી પહેરશે અને અર્જુન પણ એકદમ સાદો કુર્તો પહેરશે. પાર્ટીમાં બંને વેસ્ટર્ન આઉટફિટ પહેરશે અને ફોટોગ્રાફર્સને પોઝ પણ આપશે.