એક્ટ્રેસનું કન્ફેશન:મલાઈકા અરોરાએ કહ્યું, 'તે દિવસે યોગ ક્લાસમાં મારા આંસુઓ અટકતા નહોતા..'

મુંબઈ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મલાઈકાએ પોતાના બ્રેકડાઉન અંગે સો.મીડિયામાં વાત કરી હતી

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ફિલ્મમાં ભલે ના જોવા મળતી હોય, પરંતુ તે સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે અવાર-નવાર ચાહકો સાથે પોતાની અપડેટ્સ શૅર કરતી હોય છે. તાજેતરમાં જ મલાઈકાએ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર એક પોસ્ટ શૅર કરી હતી. આ સાથે તેણે ચાહકોને પોતાની વાત શૅર કરવાનું કહ્યું હતું.

શું કહ્યું હતું મલાઈકાએ?
મલાઈકાએ શૅર કરેલી પોસ્ટમાં કહ્યું હતું કે યોગે કેવી રીતે તેને જીવન જીવવામાં મદદ કરી છે. તેણે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'કાલે, 10 ઓક્ટોબર વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે છે. અહીંયા એક કન્ફેશન છે. મને એમ જ હતું કે હું બુલેટ પ્રૂફ હતી, પરંતુ આ વિશ્વાસ ત્યાં સુધી જ રહ્યો જ્યારે મને ખબર પડી કે હું ઇમોશન પ્રૂફ નથી. મારું મન મારી સાથે એ રીતે રમત રમવા લાગ્યું. હું યોગને કારણે બચી ગઈ.'

વધુમાં મલાઈકાએ કહ્યું હતું, 'મારો બ્રેકિંગ પોઇન્ટ એક દિવસ આવ્યો જ્યારે હું મારા યોગ ક્લાસમાં હતી અને મારા આંસુઓ અટકતા જ નહોતા. હું મારી અંદરના તોફાનથી બચી ગઈ. હું મારી જાતને ક્યારેય બુલેટ પ્રૂફ કહીશ નહીં, કારણ કે આપણામાંથી કોઈ નથી. હું મારી જાતને સ્થિર, માનસિક, શારીરિક તથા ભાવનાત્મક રીતે સ્વસ્થ બનાવવા માટે સતત પ્રયાસ કરતી રહીશ. આ મારી વાત છે. તમે પોતાની વાત સાથે લખો, કારણ કે અમે સાંભળી રહ્યાં છીએ.'

ઉલ્લેખનીય છે કે મલાઈકા અરોરા હવે રિયાલિટી શોમાં જોવા મળે છે. ટૂંક સમયમાં મલાઈકા 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'માં જોવા મળશે. આ શોમાં તેની સાથે ગીતા કપૂર તથા ટેરેન્સ છે. મલાઈકા હાલમાં 'ઇન્ડિયા કે નેકસ્ટ ટોપ મોડલ'માં મિલિંદ સુમન તથા અનુષા દાંડેકર સાથે જજની ભૂમિકામાં જોવા મળે છે.

મલાઈકાની સો.મીડિયા પોસ્ટ

અન્ય સમાચારો પણ છે...