સોશિયલ મીડિયા સેન્સેશનલ:મલાઈકા અરોરા હાઇ સ્લીટ ગાઉનમાં આકર્ષક લાગી, ગોલ્ડન હિલ્સમાં મચાવી ધૂમ

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મલાઈકાએ સોશિયલ મીડિયામાં તસવીરો શૅર કરી

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે અવારનવાર ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી હોય છે. મલાઈકા રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'માં જજ તરીકે જોવા મળી હતી. હાલમાં જ મલાઈકાએ સો.મીડિયામાં કેટલીક તસવીરો શૅર કરી હતી. આ તસવીરો જોઈને ચાહકો એક્ટ્રેસ પર ફિદા થઈ ગયા હતા.

ગોલ્ડન ગાઉનમાં મલાઈકા
46 વર્ષીય મલાઈકા અરોરા ગોલ્ડન ગાઉનમાં જોવા મળી હતી. ગોલ્ડન ગાઉનની સાથે મલાઈકાએ મિનિમમ જ્વેલરી કૅરી કરી હતી. વન-શોલ્ડર ગાઉનમાં મલાઈકા ઘણી જ સુંદર લાગતી હતી. આ ગાઉન ફેશન લેબલ પ્રેટ-એ કોચર, મેસન મેટનું હતું. હાઇ સ્લિટ ગાઉનમાં મલાઈકાનો અંદાજ સેક્સી જોવા મળ્યો હતો.

90 હજારના સેન્ડલ પહેર્યાં
આ ગાઉન સાથે મલાઈકાએ એક્વાઝુરા બ્રાન્ડના સેન્ડલ પહેર્યાં હતાં. આ સેન્ડલની કિંમત 1250 ડૉલર (ભારતીય રકમ અંદાજે 92,508 રૂ.) હતી.

તસવીરોમાં મલાઈકા અરોરાનો અંદાજ....