વાઇરલ વીડિયો:મલાઈકા અરોરાએ નોરા ફતેહીનું અપમાન કર્યું? 'દિલબર ગર્લ'એ ગુસ્સામાં આવીને શો અધવચ્ચે છોડ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા હાલમાં પોતાના શો 'મૂવિંગ ઇન વિથ મલાઈકા'ને કારણે ચર્ચામાં છે. આ શોમાં મલાઈકાએ પોતાની પર્સનલ લાઇફના અનેક રહસ્યો ખોલ્યા છે. શોમાં બોલિવૂડ સેલેબ્સ એક્ટ્રેસના અંગત જીવન અંગે વાત કરતા જોવા મળે છે. હવે શોમાં કરન જોહર, નોરા ફતેહી તથા ટેરેન્સ જોવા મળશે. જોકે, શોનો પ્રોમો જોતા એવું લાગે છે કે નોરા તથા મલાઈકા વચ્ચે ખાસ કંઈ જામ્યું નહોતું.

નોરા-મલાઈકા વચ્ચે અણબનાવ થયો?
શોનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમો જોતા ખ્યાલ આવે છે કે મલાઈકા તથા નોરા વચ્ચે કોલ્ડ વૉર ચાલી રહ્યું છે. નોરા ગુસ્સામાં શો છોડીને જતી રહી છે અને મલાઈકાએ તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો નહોતો.

શું છે પ્રોમોમાં?
પ્રોમોના ફર્સ્ટ પાર્ટમાં જોવા મળે છે કે મલાઈકા ફિલ્મ પ્રોડ્યૂસર-ડિરેક્ટર કરન જોહર સાથે વાત કરે છે. કરન હંમેશની જેમ તેને ટીઝ કરે છે. કરને સવાલ કર્યો હતો કે જ્યારે તારા બૉડી પાર્ટ્સ અંગે વાત થાય છે તો તને કેવું લાગે છે? લગ્ન ક્યારે કરીશ? કરનના સવાલોથી ત્રાસીને મલાઈકા તેને જવાનું કહે છે. મલાઈકા એમ પણ કહે છે કે આ કરનનો નહીં પણ તેનો શો છે અને તે જ માત્ર સવાલ કરી શકે છે.

નોરા કેમ ગુસ્સે થઈ?
પ્રોમોના સેકન્ડ પાર્ટમાં મલાઈકા કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ તથા એક્ટ્રેસ નોરા ફતેહી સાથે વાતો કરતી હોય છે. મલાઈકા એક્ટ્રેસ નોરા અંગે વાત કરતા કહે છે કે તેને ઘણીવાર લાગે છે કે નોરા ક્યારેક ઉગ્ર તો ક્યારેક નરમ સ્વભાવની વ્યક્તિ છે. મલાઈકા એમ કહેવા માગતી હતી કે નોરાનો અવાર-નવાર મૂડ સ્વિંગ થાય છે. આ દરમિયાન ટેરેન્સ બંનેને ડાસ કરવાની સલાહ આપે છે. જોકે, અચાનક જ નોરા કોઈ વાતે ગુસ્સે થઈ જાય છે અને શો છોડીને જતી રહી છે.

મલાઈકાએ રોકવાનો પ્રયાસ ના કર્યો
નોરા ઊભી થઈને જતી હોવા છતાં મલાઈકાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો નહોતો. ટેરેન્સે નોરાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. નોરાનો ગુસ્સો જોઈને મલાઈકા ફૂલ એટીટ્યૂડમાં રિએક્ટ કરે છે.

પ્રેંક કે રિયલ?
આ પ્રોમોમાં નોરા તથા મલાઈકાએ એકબીજા સાથે પ્રેંક કર્યું હતું કે પછી વાસ્તવમાં નોરા ગુસ્સે થઈ હતી તે તો એપિસોડ જોયા બાદ જ ખબર પડશે.

હાલમાં જ મલાઈકાને ટ્રોલ કરવામાં આવી હતી
થોડાં દિવસ પહેલાં જ મલાઈકા અરોરા મનીષ મલ્હોત્રાની બર્થ ડે પાર્ટીમાં હાઇ-ફેશન બ્રાન્ડ બેલેસિએગાના આઉટફિટ પહેરીને આવી હતી. મલાઈકાને આ બ્રાન્ડના કપડાંમાં જોતા જ સો.મીડિયા યુઝર્સ ભડકી ઉઠ્યા હતા. બેલેસિએગાના હાલના જ એક એડ કેમ્પેઇનમાં બાળકોને સેક્સ્યુઅલાઇઝ કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. આ એડ પર હોબાળો મચ્યો હતો. આ જ કારણે સો.મીડિયા યુઝર્સે મલાઈકાને ટ્રોલ કરી હતી. મલાઈકા બેલેસિએગા બ્રાન્ડના શોર્ટ શિમરી ડ્રેસમાં હતી. તેણે બ્લેક થાઈ હાઇ બુટ્સ સાથે લુક કમ્પ્લિટ કર્યો હતો. એક્ટ્રેસે વાળ ખુલ્લા રાખ્યા હતા અને હાથમાં બ્લેક રંગની બેગ હતી.

મલાઈકાએ ચાઇલ્ડ અબ્યુઝ કરતી બ્રાન્ડને પ્રમોટ કરતાં યુઝર્સે કહ્યું હતું કે તેને શરમ આવવી જોઈએ. એક યુઝરે ગુસ્સામાં કહ્યું હતું કે આટલા વિવાદ બાદ પણ મલાઈકા બેલેસિએગા બ્રાન્ડ કેવી રીતે પહેરી શકે. શરમ આવવી જોઈએ. અન્ય એકે કહ્યું હતું કે બેલેસિએગાએ બાળકોને સેક્સ્યુઅલાઇઝ કર્યા હોવા છતાં તે આ બ્રાન્ડના કપડાં કેવી રીતે પહેરી શકે છે. નોંધનીય છે કે હોલિવૂડ રિયાલિટી સ્ટાર કિમ કર્દાશિયન બેલેસિએગા બ્રાન્ડની એમ્બેસેડર રહી ચૂકી છે. બ્રાન્ડે બાળકોને સેક્સ્યુઅલાઇઝ કરતાં કિમ પણ ગુસ્સે થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...