તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પોટેડ:વ્હાઈટ ટી શર્ટમાં મલાઈકા અરોરા તો બ્લેક ટી શર્ટમાં શિલ્પા શેટ્ટી મુંબઈના રસ્તા પર જોવા મળ્યા

મુંબઈ4 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હાલમાં જ મુંબઈના ખાર વિસ્તારમાં જોવા મળી હતી. બ્લેક ટીશર્ટ તથા બ્લેક જીન્સમાં શિલ્પા રેડ માસ્ક સાથે હતી. તેના હાથમાં જેકેટ તથા બેગ હતી. ખુલ્લા વાળ તથા વ્હાઈટ શૂઝથી લુક કમ્પ્લિટ કર્યો હતો. હાલમાં જ શિલ્પા શેટ્ટીએ બાંદ્રામાં વન સ્ટ્રીટ ઓવર નામની રેસ્ટોરાં શરૂ કરી છે. ગયા વર્ષે શિલ્પાએ બાસ્ટિન હોસ્પિટાલિટીના 50 ટકા શૅર ખરીદ્યા હતા. તો બીજી બાજુ મલાઈકા અરોરા બાંદ્રાની એક ક્લિનિક બહાર જોવા મળી હતી. વ્હાઈટ ટી શર્ટ તથા શોર્ટમાં મલાઈકા એકદમ કૂલ લાગતી હતી. મલાઈકા થોડાં દિવસ પહેલાં જ ધર્મશાલામાં વેકેશન મનાવીને પરત ફરી છે. ધર્મશાલામાં અર્જુન કપૂર ફિલ્મ 'ભૂત પોલીસ'નું શૂટિંગ કરતો હતો. મલાઈકાએ અહીંયા અર્જુન કપૂર સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. સૈફ અલી ખાન પણ આ જ ફિલ્મના શૂટિંગ અર્થે ધર્મશાલામાં હતો. કરીના દીકરા તૈમુર સાથે અહીંયા આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો