બોલ્ડ અંદાજને કારણે ટ્રોલ:મલાઈકા અરોરા પાર્ટીમાં બ્લેઝર સાથે બ્રાલેટ પહેરીને આવી, યુઝર્સે કહ્યુ- ટોપ પહેરવાનું ભૂલી ગઈ કે શું?

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મલાઈકા અરોરા નિયોન ગ્રીન બ્લેઝરમાં હતી

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની બોલ્ડ ફેશન સેન્સ માટે જાણીતી છે. હાલમાં જ કરન જોહરની 50મી બર્થડે પાર્ટીમાં મલાઈકા અરોરાના આઉટફિટે તમામનું ધ્યાન ખેંચ્યું હતું. ખાસ મિત્રની જન્મદિવસની પાર્ટીમાં મલાઈકા બોલ્ડ આઉટફિટમાં હતી.

નિયોન ગ્રીન બ્લેઝરમાં જોવા મળી
કરન જોહરની પાર્ટીમાં મલાઈકા નિયોન ગ્રીન લૂઝ બ્લેઝરમાં જોવા મળી હતી. આ સાથે જ તેણે મેચિંગ શોર્ટ્સ પહેર્યાં હતાં. એક્ટ્રેસે રિવીલિંગ બ્રાલેટ પહેરી હતી. પિંક બેલી તથા નેકલેસથી મલાઈકાએ લુક કમ્પ્લિટ કર્યો હતો. મલાઈકાની આ તસવીરો સો.મીડિયામાં છવાઈ ગઈ છે.

બોલ્ડ આઉટફિટને કારણે મલાઈકા ટ્રોલ
મલાઈકાના બોલ્ડ આઉટફિટ સો.મીડિયા યુઝર્સને પસંદ આવ્યા નથી. ઘણાં યુઝર્સે કહ્યું હતું કે મલાઈકા ટોપ પહેરવાનું ભૂલી ગઈ છે. તો કેટલાંક યુઝર્સે એમ કહ્યું હતું કે મલાઈકાની કપડાંની ચોઇસ બકવાસ હતી.

આ વર્ષે લગ્ન કરે તેવી ચર્ચા
મલાઈકાના સંબંધો અર્જુન સાથે છે. ચર્ચા છે કે બંને આ વર્ષે બંને નવેમ્બર કે ડિસેમ્બરમાં લગ્ન કરશે. બંનેના લગ્નમાં માત્ર પરિવાર અને નિકટના મિત્રો જ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અર્જુન તથા મલાઈકાને લૅવિશ લગ્નની ઈચ્છા નથી. બંનેને સાદગી ગમે છે. રજિસ્ટર વેડિંગ બાદ બંને વેડિંગ પાર્ટી આપશે. આ વેડિંગ પાર્ટીમાં માત્રને માત્ર પરિવાર ને મિત્રો જ હશે. અર્જુન કપૂરનો પૂરો પરિવાર, મલાઈકાના પેરેન્ટ્સ, બહેન અમૃતા અરોરા તથા કરીના કપૂર, કરિશ્મા કપૂર ખાસ હાજર રહેશે. વધુમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે મલાઈકા તથા અર્જુન રજિસ્ટર વેડિંગમાં બહુ હેવી કપડાં પહેરવાના નથી. રજિસ્ટર વેડિંગમાં મલાઈકા એકદમ સિમ્પલ સાડી પહેરશે અને અર્જુન પણ એકદમ સાદો કુર્તો પહેરશે. પાર્ટીમાં બંને વેસ્ટર્ન આઉટફિટ પહેરશે અને ફોટોગ્રાફર્સને પોઝ પણ આપશે.