મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર હાલમાં માલદીવ્સમાં વેકેશન મનાવી રહ્યા છે. બંને માલદીવ્સના પટીના આઇલેન્ડમાં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. મલાઈકા તથા અર્જુને સો.મીડિયામાં વેકેશનની તસવીરો શૅર કરી છે. જોકે, બંને સાથે હોય તેવી એક પણ તસવીર શૅર કરી નથી. મલાઈકા બિકીનીમાં ઘણી જ હોટ જોવા મળી હતી.
અર્જુન કપૂરે સો.મીડિયામાં વેકેશનની ઘણી તસવીરો શૅર કરી છે. એક તસવીરમાં તે બીચ આગળ બેઠો જોવા મળે છે. તસવીરો શૅર કરીને અર્જુને કહ્યું હતું, 'જ્યારે તે તમને રજાઓ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરતાં પકડી પાડે.'
અર્જુન-મલાઈકાની વેકેશન એન્જોય કરતી ખાસ તસવીરો...
હાલમાં ઝઘડો થયો હોવાની ચર્ચા થઈ હતી
મહારાષ્ટ્રમાં થિયેટર ઓપન થયા બાદ ફિલ્મના શૂટિંગ ધડાધડ શરૂ થયા છે. કોરોનાને કારણે છેલ્લાં ઘણાં સમયથી કામ એકદમ ધીમી ગતિએ થતું હતું. હવે કામમાં સ્પીડ આવી છે. હાલમાં જ અર્જુન કપૂરે ડિરેક્ટર મોહિત સૂરીની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'નું શૂટિંગ પૂરું કર્યું છે. આ શૂટિંગ બાદ અર્જુન કપૂર અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત રહેશે. અર્જુન કપૂર એક પછી એક પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તે આગામી બે મહિના સુધી ફ્રી પડે તેમ નથી. અર્જુન કપૂર ક્રિસમસ તથા ન્યૂ યરમાં પણ બિઝી જ રહેશે અને તે રજા લેવાનો નથી. આ જ કારણે મલાઈકા નારાજ છે. બંને વચ્ચે આ અંગે દલીલો થઈ હોવાનું પણ સૂત્રો માની રહ્યા છે.
મલાઈકા ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેશન કરશે
અર્જુન ક્રિસમસ તથા ન્યૂ યરના દિવસોમાં પણ બિઝી હોવાથી મલાઈકા પોતાની ગર્લ ગેંગ સાથે સેલિબ્રેટ કરશે તેવી ચર્ચા છે.
અરબાઝને ડિવોર્સ આપ્યા
હાલમાં મલાઈકા ટીવી રિયાલિટી શો 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ની જજ પેનલમાં છે. મલાઈકાએ સલમાનના ભાઈ અરબાઝ ખાનને 19 વર્ષના લગ્નજીવન બાદ ડિવોર્સ આપ્યા હતા. 2017થી અર્જુન તથા મલાઈકા એકબીજાને ડેટ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.