સો.મીડિયા સેન્સેશનલ:48 વર્ષીય મલાઈકા અરોરાએ બ્લેક પારદર્શક આઉટફિટ પહેર્યાં, સેલેબ્સ ફિદા થયા

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મલાઈકાની તસવીર પર સેલેબ્સ તથા ચાહકોએ કમેન્ટ્સ કરી

48 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ઇન્ડસ્ટ્રીની ફિટ એક્ટ્રેસિસમાંથી એક છે. મલાઈકા સ્ટાઇલ, ગ્રેસ તથા કોન્ફિડન્સ સાથે કોઈ પણ આઉટફિટ પહેરતી હોય છે. હાલમાં જ મલાઈકાએ સો.મીડિયામાં બ્લેક રંગના પારદર્શક કપડાં પહેરીને ટેમ્પ્રેચર વધારી દીધું છે.

બોલ્ડ આઉટફિટમાં મલાઈકા
મલાઈકા અરોરાએ હાલમાં જ સો.મીડિયામાં બ્લેક સી-થ્રૂ ડ્રેસની તસવીરો શૅર કરી હતી. બોલ્ડ આઉટફિટમાં મલાઈકા ઘણી જ ગોર્જિયસ લાગતી હતી. મલાઈકાએ સો.મીડિયામાં શૅર કરતાં સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી. સીમા ખાન, મહિપ કપૂર સહિતના સેલેબ્સે કમેન્ટ બોક્સમાં હાર્ટ ઇમોજી શૅર કરી હતી. સિકંદર ખેરે કહ્યું હતું, 'સ્ટોપ ના પ્લીઝ...'

ચાહકોએ પણ કમેન્ટ્સ કરી
માત્ર સેલેબ્સ જ નહીં, પરંતુ ચાહકોએ પણ મલાઈકાની આ તસવીરો પર કમેન્ટ્સ કરી હતી. કેટલાંક ચાહકોએ કહ્યું હતું, 'ઉફ્ફ..બોલિવૂડ જર્નીની અત્યાર સુધીની બેસ્ટ તસવીર અને બેસ્ટ ડ્રેસ.' તો કેટલાંકે કહ્યું હતું, 'મલાઈકા મેમ, તમે ગોર્જિયસ લાગો છે અને મારી આંખો તમારી તસવીર પરથી હટાવી શકતા નથી.'

હાલમાં રિયાલિટી શોમાં જોવા મળે છે
મલાઈકા હાલમાં 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2'માં જજ તરીકે જોવા મળે છે. શોમાં તેની સાથે ગીતા કપૂર તથા ટેરેન્સ છે. આ શોમાં સુનીલ શેટ્ટી તથા કરિશ્મા કપૂર આવ્યા હતા. શોમાં મલાઈકાએ સુનીલ શેટ્ટી સાથે 'સુંદરા સુંદરા..' પર ડાન્સ કર્યો હતો.

મલાઈકાની સો.મીડિયામાં શૅર કરેલી તસવીરો...