ગ્લેમરસ અંદાજ:48 વર્ષીય મલાઈકા અરોરા ટૂ પીસ પ્રિન્ટેડ બિકીનીમાં જોવા મળી

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા 48 વર્ષેય એકદમ ફિટ છે. તે ચાહકોને ફિટનેસ માટે મોટિવેટ કરે છે. હાલમાં જ મલાઈકાએ સો.મીડિયામાં ટૂ પીસ બિકીનીની તસવીર શૅર કરી હતી.

મલાઈકા હવે લેખક હની
એક્ટ્રેસ બન્યા બાદ હવે મલાઈકા અરોરા પોતાની બેસ્ટ ફ્રેન્ડ કરીનાની જેમ જ લેખક બની છે. મલાઈકા ન્યૂટ્રિશિયન પર એક બુક લખી રહી છે. મલાઈકાની આ બુકમાં વાચકોને રોજ સ્વાસ્થ્યપ્રદ ભોજન કેવી રીતે જમાય તે જાણવા મળશે.

આ વર્ષે લગ્ન કરે તેવી ચર્ચા
મલાઈકાના સંબંધો અર્જુન સાથે છે. ચર્ચા છે કે બંને આ વર્ષે બંને નવેમ્બર કે ડિસેમ્બરમાં લગ્ન કરશે. બંનેના લગ્નમાં માત્ર પરિવાર અને નિકટના મિત્રો જ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અર્જુન તથા મલાઈકાને લૅવિશ લગ્નની ઈચ્છા નથી. બંનેને સાદગી ગમે છે. રજિસ્ટર વેડિંગ બાદ બંને વેડિંગ પાર્ટી આપશે. આ વેડિંગ પાર્ટીમાં માત્રને માત્ર પરિવાર ને મિત્રો જ હશે. અર્જુન કપૂરનો પૂરો પરિવાર, મલાઈકાના પેરેન્ટ્સ, બહેન અમૃતા અરોરા તથા કરીના કપૂર, કરિશ્મા કપૂર ખાસ હાજર રહેશે. વધુમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે મલાઈકા તથા અર્જુન રજિસ્ટર વેડિંગમાં બહુ હેવી કપડાં પહેરવાના નથી. રજિસ્ટર વેડિંગમાં મલાઈકા એકદમ સિમ્પલ સાડી પહેરશે અને અર્જુન પણ એકદમ સાદો કુર્તો પહેરશે. પાર્ટીમાં બંને વેસ્ટર્ન આઉટફિટ પહેરશે અને ફોટોગ્રાફર્સને પોઝ પણ આપશે.

ટ્રાફિકને કારણે અકસ્માત
2 એપ્રિલના રોજ મલાઈકાનો અકસ્માસ મુંબઈ-પુણે હાઇવે પર થયો હતો. મલાઈકા પુણેથી મુંબઈ આવતી હતી તે સમયે વધુ ટ્રાફિક હોવાને કારણે અકસ્માત સર્જાયો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો મલાઈકા છેલ્લે 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'માં જજ તરીકે જોવા મળી હતી.