મલાઈકાએ ડિવોર્સ બાદ પહેલી જ વાર ચુપ્પી તોડી:કહ્યું, 'હવે અરબાઝ ખાન સાથે પહેલાં કરતાં સારા સંબંધો છે'

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મલાઈકા અરોરાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં અરબાઝ ખાન સાથેના ડિવોર્સ અંગે વાત કરી હતી. વાતચીતમાં મલાઈકાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે અને અરબાઝ હજી પણ સારા મિત્રો છે? જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે ડિવોર્સ બાદ હવે તેના સંબંધો અરબાઝ સાથે વધુ સારા છે.

અરબાઝ સારો વ્યક્તિ છે
મલાઈકાએ કહ્યું હતું, 'હવે અમારું ઇક્વેશન પહેલાં કરતાં સારું છે. અમે હવે ઘણાં જ મેચ્યોર થઈ ગયા છે. અમે ખુશ છીએ અને પહેલાં કરતાં શાંત છીએ. અરબાઝ સારો વ્યક્તિ છે. હું ઈચ્છું છું કે તેને લાઇફમાં અઢળક ખુશીઓ મળે. ક્યારેક લોકો સારા હોય છે, પરંતુ કોઈ એક સાથે સારા હોતા નથી. જે છે તે તો છે જ, પરંતુ હું હંમેશાં અરબાઝ વિશે સારું વિચારશે.'

તમે બધાને ખુશ ના કરી શકો
મલાઈકાએ અરબાઝ સાથેના ડિવોર્સ અંગે કહ્યું હતું, 'મને લાગે છે કે મેં મારી જાતને સૌથી આગાળ મૂકીને આ નિર્ણય લીધો હતો. આજે હું પહેલાં કરતાં સારી વ્યક્તિ છું. આજે મારા દીકરા સાથે મારા સંબંધો સારા છે અને તે જુએ છે કે હું પહેલાં કરતાં ખુશ છું. ત્યાં સુધી કે અરબાઝની સાથે પણ સારા સંબંધો છે. મને આનંદ છે કે મેં આ નિર્ણય લીધો અને મારા માટે ઊભી રહી. એક સ્ત્રી તરીકે હું ડરતી નથી. આપણે હંમેશાં મનનું સાંભળવું જોઈએ. તમે તમામને ખુશ કરી શકો નહીં.'

1998માં મલાઈકા-અરબાઝના લગ્ન
અરબાઝ તથા મલાઈકાએ 1998માં લગ્ન કર્યા હતા. 19 વર્ષ બાદ બંનેના ડિવોર્સ મે, 2017માં થયા હતા. અરબાઝ તથા મલાઈકાને 19 વર્ષીય દીકરો અરહાન ખાન છે. ડિવોર્સ બાદ મલાઈકા તથા અર્જુન વચ્ચે નિકટતા વધી છે. હાલમાં બંને એકબીજાને ડેટ કરે છે અને લગ્ન કરવાના છે.

'છૈયા છૈયા' સોંગથી રાતોરાત લોકપ્રિય થઈ
મલાઈકાએ ઇન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસ તથા પ્રોડ્યૂસર તરીકે કામ કર્યું છે. તેણે 20 વર્ષની ઉંમરથી કામ કરવાની શરૂઆત કરી હતી. ફિલ્મ 'દિલ સે'ના ગીત 'છૈયા છૈયા'થી તે રાતોરાત સ્ટાર બની હતી. તેણે અનેક આઇટમ સોંગ્સમાં કામ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...