તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોન્ડા અને અનન્યા પાંડે હાલ તેમની અપકમિંગ ફિલ્મ 'લાઇગર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. છેલ્લા બે દિવસ સુધી અનન્યાએ આ ફિલ્મનું શૂટિંગ બાંદ્રાની એક બિલ્ડિંગમાં કર્યું. કોરોનાને કારણે રેસિડેન્શિયલ વિસ્તારમાં શૂટની મંજૂરી નથી મળી રહી. આવામાં મેકર્સ મુંબઈ બહાર જઈને શૂટ કરી રહ્યા છે અથવા તો શહેરમાં બનેલી બિલ્ડિંગનો સહારો લઇ રહ્યા છે.
સેટ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ડેમો ફ્લેટમાં શૂટ કરવા માટે મેકર્સ રોજ સવા બે લાખ રૂપિયા ભાડું આપી રહ્યા છે. આ સિવાય બિલ્ડરે મેકર્સ પાસેથી ચાર લાખ રૂપિયા ડિપોઝિટ પણ કરાવ્યા છે. જેથી ફ્લેટમાં સંભવિત કોઈ નુકસાન થાય તો ભરપાઈ જમા કરાવેલા પૈસામાંથી થઇ શકે. ડેમો ફ્લેટમાં ગુરુવાર અને શુક્રવારે માત્ર અનન્યા પાંડેએ પોતાના ભાગનું શૂટિંગ કર્યું છે. શનિવારે વિજય દેવરકોન્ડા મુંબઈ પહોંચ્યો હતો. હવે તે આ ડેમો ફ્લેટમાં શૂટ કરશે.
નિર્માણાધીન બિલ્ડિંગના 13મા માળે બનેલા ફ્લેટમાં શૂટિંગ થયું
સૂત્રના જણાવ્યા મુજબ, અનન્યાએ બાંદ્રાના નિર્માણાધીન બિલ્ડિંગના 13મા માળે બનેલા ફ્લેટમાં શૂટિંગ કર્યું. બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં 150 જુનિયર આર્ટિસ્ટે પણ શૂટ કર્યું. સીનમાં અનન્યાનો રોલ ઘણો પોપ્યુલર થઇ ગયો છે. તેના ફેન્સ તે બિલ્ડિંગ નીચે ભેગા થઇ ગયા હતા. શૂટિંગ દરમ્યાન સેટ પર ફિલ્મના પ્રોડ્યુસર ચાર્મી કૌર પણ હાજર હતા.
પ્રોડ્યુસર ચાર્મી કૌરના ડોગીના નામ પરથી ફિલ્મનું ટાઇટલ રખાયું
સૂત્રોના જણાવ્યા મુજબ, ચાર્મી કૌરના કહેવા પર કરણ જોહરે ફિલ્મનું ટાઇટલ ચેન્જ કર્યું. પહેલા ટાઇટલ 'ફાઈટર' હતું ત્યારબાદ તેને 'ટાઇગર' રાખવાનું હતું. પણ તે સલમાન ખાનની ફિલ્મ સાથે મળતું આવતું હતું. આવામાં ચાર્મી કૌરે નામ સજેસ્ટ કર્યું કે આપણે ફિલ્મનું ટાઇટલ તેના ડોગીના નામ 'લાઇગર'ના નામ પરથી રાખીએ તો? જે તાકાત અને વફાદારીનું પ્રતીક છે. મેકર્સને તેનો વિચાર ગમ્યો ત્યારબાદ ફિલ્મનું ટાઇટલ 'લાઇગર' ફાઇનલ કરવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.